________________
દ્રવ્ય સ્થાનાયુષ્કને અસંખ્યાતગણું કહ્યું છે. આ ગાથાને સારાંશ નીચે પ્રમાણે છે-સંચન અને પ્રસરણનો અભાવ હોય ત્યારે અવગાહના દ્રવ્યમાં નિયતરૂપે સંબદ્ધ રહે છે. જેવી રીતે વૃક્ષમાં ખદિરત્વ (ખેર નામાના વૃક્ષનું તત્વ) હોય છે, તે પ્રમાણે આ વસ્તુ પણ થાય છે. જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણને અભાવ રહે છે, ત્યારે દ્રવ્યમાં અવગાહના સદૂભાવ રહે છે, અને તેમને સદૂભાવ હોય ત્યારે અવગાહનાને અભાવ રહે છે. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયત રૂપે સંબદ્ધ છે. દ્રવ્યમાં એના કરતાં વિપરીતતા હોય છે–ભલે દ્રવ્યનું સંકુચન પ્રસરણ થતું હોય, છતાં પણ તે (દ્રવ્ય) નિયતરૂપે અવગાહના સાથે સંબદ્ધ હોતું નથી. જેવી રીતે ખદિરત્વમાં વૃક્ષત્વ સંગદ્ધ હોય છે એવી જ રીતે સંકુચન-પ્રસરણ દ્વારા અવગાહનાને નાશ થઈ ગયા પછી પણ દ્રવ્યને નાશ થતો નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અવગાહનામાં દ્રવ્ય નિયતપણે સંબદ્ધ હેતું નથી. એ જ વાતને ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે–“ તારલ્ય ક” ઈત્યાદિ.
અવગાહના રહે કે ન રહે, છતાં પણ દ્રવ્ય તે રહે જ છે. તે કારણે અવગાહના કાળ કરતાં દ્રવ્ય સ્થાનાયુ કાળ અસંખ્યાતગણે કહ્યો છે. હવે ભાવાયુષ્કની અધિકતાનું પ્રતિપાદન કરવા માટે નીચેની ગાથા આપી છે
સંઘામે વા” ઈત્યાદિ. આ ગાથાનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–સંઘાત (સંઘર્ષ) અથવા ભેદ હાર દ્રવ્યને વિનાશ થવા છતાં પણ પર્યાનું અસ્તિત્વ તે રહે જ છે. જેવી રીતે ધોઈને સાફ કરવામાં આવેલા વસ્ત્રમાં શુકલાદિ ગુણને સદભાવ રહે છે એજ પ્રમાણે દ્રવ્યની નિવૃત્તિ થવા છતાં પણ પર્યાયોનું અસ્તિત્વ તે રહે જ છે. જે સમસ્ત ગુણેની નિવૃત્તિને સ્વીકાર કરવામાં આવે તે દ્રવ્યની પણ સત્તા રહી શકતી નથી, અને અવગાહના પણ રહી શકતી નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે પર્યાયાનું અસ્તિત્વ ચિરકાળ (દીર્ઘકાળ) સુધી રહે છે. આ પ્રકારના કથનનું કારણ શું છે, તેનું નીચેની ગાથા દ્વારા પ્રતિપાદન કરાયું છે. “લંવાર મેચ વષાણુ ” ઈત્યાદિ.
આ ગાથાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–સંઘાત (સંઘર્ષ) અને ભેદ, આ બે ધર્મો દ્વારા જે બંધ-સંબંધ થાય છે તેનું અનુસરણ કરનારી દ્રવ્યા (દ્રવ્યાય) હોય છે, કારણ કે તે દ્રવ્યોદ્ધા સંધાતાદિના અભાવમાં જ સંભવી શકે છે, પણ જ્યારે સંઘાતાદિને સદ્ભાવ હોય છે ત્યારે સંભવી શકથી નથી. ગુણકાલ ફક્ત સંઘાત અને ભેદના કાળને અધીન હાત નથી, કારણ કે સંઘાત આદિને સદુભાવ હોવા છતાં પણ ગુણની અનુવૃત્તિ જોવામાં આવે છે. હવે આ વિષયને ઉપસંહાર કરતા “કg તથ રથ ' તથા “જા બને તોડ્યું અને વિ રિચાગ્નિ તેમજ “મવ સર ઈત્યાદિ ગાથા દ્વારા સૂત્રકાર કહે છે –
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૨