________________
જ્યારે સંઘર્ષ અથવા ભેદ દ્વારા દ્રવ્ય સ ક્ષિપ્ત થઈ જાય છે, અને સંક્ષિપ્ત થવાને કારણે જ્યારે તે તેના પૂર્વના આકાર કરતાં અન્ય આકારનું થઈ જાય છે, ત્યારે તે દ્રવ્યમાંથી પૂર્વની અવગાહનાનો (આકારને ) વિનાશ અવશ્ય થઈ જ જાય છે. તેમાં જ માત્ર શંકાને સ્થાન જ નથી આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–
પુલ સ્કન્ય જે અવગાહનામાં પહેલાં રહેલું હોય, તે અવગાહનાને સંઘર્ષ દ્વારા (એટલે કે બીજા પુદ્ગલ સ્કન્ધ સાથે તેનો સંઘર્ષ કરીને) અથવા ભેદ દ્વારા-(એટલે કે તેના ટુકડે ટુકડા કરી નાખીને ) સંક્ષિપ્ત કરી નાખીને તેનું અન્ય આકારમાં પરિવર્તન કરવામાં આવે ત્યારે અવગાહના વિનાશ થવા છતાં પણ દ્રવ્યનો વિનાશ થતો નથી. એ જ કારણે અવગાહના સ્થાનાયુષ્ક કરતાં દ્રવ્ય સ્થાનાયુષ્કને અસ ખ્યાતગણું કહ્યું છે. કદાચ અડી કે એવી શંકા ઉઠાવે કે પૂર્વ–કપ સંઘર્ષ દ્વારા સંક્ષિપ્ત થઈ જાય છે. એવી વાત સંભવિત નથી, તે તે શંકા અસ્થાને છે. કારણ કે સંઘાત (સંઘર્ષ) ક્રિયા દ્વારા સ્કન્ય સૂક્ષમતર (વધારે સૂમ) રૂપે પણ પરિણમે છે, એવું કથન સાંભળવામાં આવે છે. હવે અવગાહના નાશ થવાના કારણે બતાવવામાં આવે છે.
“શોriદ્ધા , ઈત્યાદિ. દ્રવ્યમાં સંકુચન પ્રસરણને સદ્ભાવ હોવાને કારણે અવગાહનાકાળ અનિથત રૂપે સંબદ્ધ છે-નિયત રૂપે સંબદ્ધ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે દ્રવ્યમાં સંકુચન અને પ્રસરણ થાય છે ત્યારે તેમાં પૂર્વની અવગાહના રહેતી નથી. તેથી તે તેમાં અનિયત રૂપે સંબદ્ધિત દર્શાવી છે. હા, દ્રવ્યમાં જ્યાં સુધી સંકુચન-પ્રસરણ થતું નથી, ત્યાં સુધી તેમાં પૂર્વ અવગાહના સંબદ્ધિત રહે છે. તેથી જે રીતે સંકુચન પ્રસરણના અભાવમાં અવગાહના દ્રવ્યની સાથે સંબદ્ધિત રહે છે, એજ રીતે દ્રવ્ય સંકુચન પ્રસરણ માત્રથી જ સંબદ્ધિત રહેતું નથી, કારણ કે સંકુચન પ્રસરણ ન થતું હોય ત્યારે પણ દ્રવ્ય તે
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૯૦