________________
અને એજ પ્રમાણે છે, સાત, આઠ, નવ, દશ, સંખ્યાત, અસંખ્યાત અને અનન્ત પર્યાના પ્રદેશેવાળા પુલ સ્કન્ધ વિષે પણ આલાપ સમજી લેવા.
આ સૂત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે–પરમાણુપુદ્ગલનો એક ભાગ હોવાથી તેને વિષે બે વિકલ્પ (ભંગ) થાય છે-(૧) પરમાણુપુલ કયારેક કેપિત થાય છે (૨) તે કયારેક કંપિત થતું નથી. આ પ્રકારના બે ભંગ (વિકલ) થાય છે એ પ્રદેશેવાળા પુતલસ્કન્દના બે ભાગ થવાથી ત્રણ વિકલ્પ થાય છે. (૧) તેનું ક્યારેક કંપન થવું, (૨) તેનું ક્યારેક કંપન ન થવું, (૩) કયારેક તેના એક ભાગનું કંપન થવું અને એક ભાગનું કંપન ન થવું.
- ત્રણ પ્રદેશવાળા સ્કન્દમાં નીચે પ્રમાણે પાંચ વિકલ્પ સંભવી શકે છે. તેમાં પહેલાં તે ત્રણ વિકલ્પ તે બે પ્રદેશવાળા સ્કન્ધ પ્રમાણે જ સમજવા. કારણ કે ત્રણ પ્રદેશવાળા સ્કલ્પના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં બે પરમાણુ હશે. તેથી બે પરમાણુ રૂપ જે બીજો ભાગ છે તેને તે પ્રકારના પરિણામવાળો હોવાથી એક ભાગ રૂપે ગણી લેવામાં આવેલું છે. તેથી બે પ્રદેશાવાળા સ્કન્ધના જેવા જ ત્રિપદેશી કલ્પના પણ ત્રણ વિકલ્પ થશે. જે ત્રણ વિકલ્પ ઉપર બતાવવામાં આવ્યા છે. ચોથે વિકલ્પ આ પ્રમાણે થશે. “એક ભાગનું કંપન થવું અને બે ભાગનું કંપન ન થવું. ” પાંચમ વિકલ્પ–“બે ભાગનું કંપન થવું અને એક ભાગનું કંપન ન થવું.” આ રીતે ત્રિપ્રદેશ પુલ કલ્પના પાંચ વિકલ્પ બને છે.
ચાર પ્રદેશવાળા પુદ્ગલ સ્કલ્પના છ વિક૯પ બને છે. તેમાંના પાંચ વિક તે ત્રિપ્રદેશી સ્કન્ધના પાંચ વિકલ્પ અનુસાર જ સમજી લેવા.
છઠ્ઠો વિકલ્પ આ પ્રમાણે છે-“ચાર પ્રદેશવાળા સ્કન્દના બે ભાગનું કંપન થાય છે અને બે ભાગનું કંપન થતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાર પ્રદેશવાળા સ્કન્ધના ૪ ભાગ થશે, “તેમાંથી બે પરમાણુ રૂપ બે ભાગનું કંપન તથા બે પરમાણુ રૂપ બે ભાગેનું અકંપન, ” આ રીતે છઠ્ઠો વિકલ્પ બની જાય છે. ત્યારબાદ પાંચ પ્રદેશવાળા, છ પ્રદેશાવાળા, સાત પ્રદેશેવાળા, આઠ પ્રદેશવાળા, નવ પ્રદેશેવાળ, દશ પ્રદેશેવાળા, સંખ્યાત પ્રદેશેવાળા, અસંખ્યાત પ્રદેશાવાળા અને અનંત પ્રદેશેવાળા પુદ્ગલ સ્કન્ધના ચાર પ્રદેશવાળા પલ સ્કન્ધ જેવો જ છે, છ, વિકલ્પે સંભવી શકે છે એમ સમજવું. તેના કરતાં વધારે વિકલ્પની સંભાવના નથી.
આ રીતે પરમાણુ પુદ્ગલના બે ભાગ ( વિકલ્પ), દ્વિદેશી સ્કન્ધના ત્રણ ભંગ, ત્રિપ્રદેશી સ્કલ્પના પાંચ ભંગ, ચાર પ્રદેશી સ્કલ્પના છ ભંગ, પાંચ પ્રદેશી સ્કન્ધના, છ પ્રદેશીસ્કંધના, સાત પ્રદેશીસકંધના, આઠ પ્રદેશીસ્કધના નવ પ્રદેશી કન્વના અને દસ પ્રદેશી કલ્પના પણ છ, છ ભંગ જ સમજવા. આ રીતે ૧૦ પ્રદેશી સ્કન્ધ પર્યન્તના કુલ ૫૨ (બાવન) ભંગ થાય છે. સંખ્યાત
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૬૨