________________
કે પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયાથી છૂટ થતાં નથી પણ એ સિવાયની ચાર ઠિયાઓથી પૃષ્ટ થાય છે. પરન્ત (૩૩ પંઠુિં) શર, પત્ર, ફલ અને નાયુના સમુદાય રૂપ બાણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ બને છે
દંડ, પ્રત્યંચા (દેરી ) આદિના સમુદાય રૂપ જે ધનુષ હોય છે તેના ઉપરના ભાગને ધનુપૃષ્ઠ કહે છે. ધનુષની દેરીને બાંધવા માટેની ચામડાની જે દેરી હોય છે તેને સ્નાયુ કહે છે. ઈષ (બાણ) શર, પત્ર, ફલ અને સ્નાયુ સમુદાય રૂપ હોય છે. જ્યારે બાણના શર, પત્ર આદિ અંગે તેની સહાગત અવસ્થામાં હોય છે ત્યારે તેઓ પણ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, એમ સમજવું જોઈએ.
જો કે ધનુર્ધારી પુરુષ કાયિકી ક્રિયાથી માંડીને પ્રાણાતિપાતિકી પર્યાની પાંચે કિયાઓનું નિમિત્ત બને છે, છતાં પણ તે પ્રાણાતિપાતિકી સિવાયની ચાર ક્રિયાઓથી જ સ્પષ્ટ થાય છે એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ નીચે પ્રમાણે છે-બાણ જ્યારે જમીન તરફ પાછું ફરતું હોય છે ત્યારે તેના દ્વારા જે જીવને સંહાર થાય છે, તે પ્રવૃત્તિમાં તે પુરુષ સાક્ષાત્ રૂપે પ્રવૃત્ત હેતું નથી. પણ તે પ્રવૃત્તિમાં સાક્ષાત્ રૂપે તે બાણ જ પ્રવૃત્ત હોય છે તેથી પ્રાણાતિપાતિકી ક્રિયાથી તે સ્પષ્ટ થતું નથી પણ બાણ પૃષ્ટ થાય છે. કાયકી આદિ ચાર ક્રિયાઓમાં તેઓ માત્ર નિમિત્તરૂપ હોવાની અપેક્ષાએ પણ તેમને તે ક્રિયા કરનાર ગણ્યા છે-તેથી તેમને ચાર ક્રિયા દ્વારા પૃષ્ટ કહ્યા છે. આ વાતને એક દૃષ્ટાન્ત દ્વારા સમજાવવામાં આવે છે-કાષ્ઠ કાપવાની ક્રિયામાં સાધકતમ કરણ ( સાધન) કુહાડી હોય છે, દેવદત્ત આદિ વ્યક્તિ નહીં. દેવદત્ત આદિ તે માત્ર સાધક જ હોય છે. કારણ કે લાકડાં ફાડવાની ક્રિયા તે કુહાડી વડે થતી હોય છે, દેવદત્ત વડે નહીં-કારણ કે તે પ્રવૃત્તિ સાક્ષાત રૂપે તે કુહાડી જ કરે છે. એ જ પ્રમાણે અહીં પણ જે પ્રાણિહિંસા રૂપ ક્યિા થતી હોય છે તેમાં મુખ્ય કરણ (સાધન રૂપ તે બાણ જ છે, ધનુધરી આદિ મુખ્ય કારણરૂપ નથી. તેઓ તે ફક્ત સાધક જ છે બાણને ચલાવનાર છે. બાણે જ ત્યાં વાગીને તે પ્રાણીઓને વધ કર્યો છે–તેથી તે વધ બાણ આદિ દ્વારા થયેલ મનાય છે, ધનુર્ધારી આદિ દ્વારા થયેલ મનાતું નથી. તેથી જ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૪૬