________________
fથા માળા, ગાજરૂરHi સાઓ સામો વયજુર્વ મા તિ) ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત ! વાસણના વ્યાપારીને વાસણ ખરીદનાર વ્યક્તિ ખરીદેલાં વાસણો માટે બાનાની રકમ આપે છે, પણ ખરીદેલાં વાસણની પૂરેપૂરી કિંમત ચુકવતા નથી, એવી પરિસ્થિતિમાં તે ધનના નિમિત્તથી તે વાસણ ખરીદનાર વ્યક્તિને આરંભિકી આદિ ક્રિયાઓ લાગે છે ? અથવા તે તે વાસણ વેચનાર વ્યક્તિને તે ધનના નિમિત્તથી આર. ભિકી ક્રિયાઓ લાગશે ? તે બન્નેમાંથી કોને તે ક્રિયાઓ લાગશે?
તેનો જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ ખરીદનારને તો આર. ભિકી આદિ ચારે ક્રિયાઓ લાગશે. તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગી શકે પણ ખરી અને લાગી ન પણ શકે. વાસણ વેચનાર વ્યક્તિ કે જેણે વાસણ વેચી દીધાં છે, તેની તે ચારે કિયા તે ધનના નિમિત્તથી ગુરુ માત્રાવાળી નહીં થાય પણ અલ્પ માત્રાવાળી જ રહેશે. આમ બનવાનું કારણ એ છે કે હજી સુધી ધન (તે વાસણની કિંમત જેટલી રકમ) ખરીદનાર વ્યક્તિને ત્યાં જ પડેલું છે, વેચનાર પાસે આવ્યું નથી. તેથી તે ધન પર હજી ખરીદનારની માલિકી રહેલી છે-વેચનારની માલિકી થઈ નથી. આ રીતે વાસ
ની કીમત રૂપ ધન ખરીદનારની પાસે જ રહેલું હોવાથી, તે ધનને નિમિત્તે લાગતી આરંભિકી આદિ કિયાઓ અધિક માત્રામાં ખરીદનારને જ લાગશે, વેચનારને લાગશે નહીં. તેથી જ અહીં એવું કહ્યું છે કે વેચનારને તે ક્રિયાઓ અલ્પ માત્રામાં લાગશે.
(धणे य से उवणीए सिया, जहा पढमो आलायगो, भंडेय से अणुवणीए લિયા તા નેચરો) જ્યારે ખરીદ કરનાર વ્યક્તિ પાસેથી તે વાસણે વેચનાર
વ્યક્તિને તેનાં વાસણોની કીમત મળી જાય છે, ત્યારે ધન નિમિત્તક આરંભિકી ક્રિયાઓ કોને લાગે છે? ખરીદનારને લાગે છે કે વેચનારને ? તે આ પ્રશ્નના જવાબમાં મહાવીર પ્રભુ કહે છે કે અનુપનીત (ન લઈ જવામાં આવેલાં) વાસણોના વિષયમાં જે આલાપક (પ્રશ્નોત્તરે) આપવામાં આવેલ છે એ જ આલાપક અહીં પણ સમજવો. તે આલાપક નીચે પ્રમાણે છે-(જહાવાદ જ मंते ! भंडं विविकणमाणस्स कइए भंड साइज्जेज्जा, धणे य से उवणीए सिया, गाहावइस्स ण भते ! ताओ धणाओ कि आरंभिया किरिया कज्जइ ? ५ कइय
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૮