________________
છે. એવા પ્રકારના આયુષ્યમાં તેને દુખે જ ભેગવવા પડે છે, લાંબા સમય સુધી તેને સુખનાં દર્શન પણ થતા નથી, તેથી એવા દીર્ધાયુને અશુભ કહેલ છે. (કોઈ પણ માણસના જન્મ, કર્મ અને મર્મને જાહેર કરવાથી તેની અવહેલના થાય છે. ખરાબ શબ્દો બોલીને કેઇના દોષે ખૂલા પાડવાથી તેને અનાદર થાય છે. હાથ, મુખ આદિને વિકૃત કરવાથી અથવા મેં મચકોડીને કેઈની સાથે વાત કરવાથી તેનું અપમાન થાય છે, ગુરુજનો પાસે તેમના દોષ પ્રકટ કરવાથી તેમને તિરસ્કાર થાય છે, વંદણું, નમસ્કાર આદિ ન કરવાથી અથવા તેમને ઊભા થઈને માન નહીં આપવાથી તેમનું અપમાન થાય છે.) શ્રમણ સાથે આ પ્રકારનું વર્તન કરનાર છે અશુભ દીર્ધાયુને બંધ કરે છે.
કે અહીં એવી શંકા કરે કે પહેલાં એવું પ્રતિપાદન કરાયું છે કે આ સઘળાં કારણોને લીધે જ અપાયુને બંધ કરે છે, એ જ કારણોને લીધે છે અશુભ દીર્ધાયુને બંધ બાંધે છે એવું પણ પ્રતિપાદન કેવી રીતે કરી શકાય? આ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર સમજાવે છે કે એવા જ ઉપરોક્ત બંને પ્રકારના આયુને બંધ કરી શકે છે જે તે અશુભ દીર્ધાયુને બંધ કરે છે, તેનાં પાપકર્મોના ઉદયથી તેને સુખશાન્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. અને જે તે અલ્પાયુને બંધ કરે છે તેમાં પણ તે કુશલ અનુષ્ઠાનોનું સેવન લાંબા સમય સુધી કરી શક્તા નથી. આ રીતે ઉપરોક્ત અને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિથી જીવ પોતાના જીવનને સફળ કરી શકતું નથી. તેથી એ પ્રકારના દુકૃત્યેનું સેવન ન કરવામાં જ જીવનું હિત રહેલું છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વધુ એક પ્રશ્ન પૂછે છે–(#go મહે! જીવા સમવીણાવાત્તાપુ ક્યું રિ?) ભદન્ત ! છો કયા કયા કારણેને લીધે શુભ દીર્ધાયુ કરાવનાર કર્મને બંધ કરે છે ?
ઉત્તર–(શેરમા ) હે ગૌતમ! (નો ના મફવાત્તા, નો મુસંવફત્તા, ) જ શુભ દીર્ધાયુને બંધ નીચેનાં કારણોને લીધે કરે છે. (શુભ દીર્ધાયુને બંધ બાંધનાર જીવનું જીવન અંશતઃ સંયમ અથવા સકળ સંયમની અધિક સમય સુધી આરાધના કરવામાં વ્યતીત થાય છે ) (૧) જીવહિંસા નહીં કરવાથી, (૨) મૃષાવાદને ત્યાગ કરવાથી-(એવું સત્ય પણ ન બોલવું કે જે જીવોને દુઃખકર, અપ્રિય અને કઠેર લાગે) અને નિરતિચારશુદ્ધ સંયમની આરાધના કરનાર મુનિને અથવા શ્રમણ માહણને ભક્તિભાવપૂર્વક પ્રાસુક-નિર્દોષ, કલ્પનીય આહાર, પાણ આદિ વસ્તુનું દાન દેવાથી જીવ શુભદીર્ધાયુને બંધ કરે છે. એજ વાત (ચંદ્રિા , હિરા, સાવ વગુણિત્તા, નવો મgohit
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૩૦