________________
આપે જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આપની વાત યથાર્થ છે. આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા ગૌતમ સ્વામી તેમને સ્થાને જઈને બેસી ગયા. સૂ. ૩ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “ભગવતીસૂત્ર ની પ્રિયર્શિની
વ્યાખ્યાન પાંચમાં શતકને પાંચમા ઉદ્દેશક સમાપ્ત . પ-પ છે
છઠે ઉદેશે કે વિષયોં કા વિવરણ
છઠ્ઠા ઉદ્દેશાને પ્રરંભ
છઠ્ઠા ઉદ્દેશને સંક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે. હિંસા, મૃષાવાદ, સચિત્ત વસ્તુનું દાન, આદિના કારણે જીવોનું આયુષ્ય ક બને છે એવું પ્રતિપાદન કર્યું છે. તથા “સચિત્ત વસ્તુનું દાન” એટલે કે શ્રમણ અને બ્રાહ્મણને અપ્રાસુક (દેષયુક્ત) વસ્તુનું દાન દેવું, એ અર્થ અહીં ગ્રહણ કરાય છે એવું કથન કર્યું છે.
જીવોના દીર્ધાયુષ્યતાના કારણ તરીકે અહિંસા, સત્ય અને શ્રમણ અને બ્રાહ્મણને ઉચિત અચિન્ત વસ્તુનું દાન ગણવામાં આવેલું છે, એવું પ્રતિપાદન. શુભ દીર્ધાયુષ્યતા અને અશુભ દીર્ધાયુષ્યતાના હેતુ કયા છે, તેનું પ્રતિપ્રાદન. માટીનાં વાસણે આદિ વેચનાર ગૃહપતિ અને તેને ખરીદ કરનાર વ્યાપારીની કર્મ બંધના હેતુભૂત ક્રિયાઓમાં ચાર પ્રકારના વિકલ્પનું કથન, અગ્નિકાયમાં મહા ક્રિયા આદિ રૂપતાનું પ્રતિપાદન, ધનુર્ધારી પુરુષ અને ધનુષના કર્મબંધની હેતુત કિયાદિનું નિરૂપણ, અન્ય તીર્થિકોની માન્યતાના મિથ્યાત્વનું કથન છવાભિગમસૂત્ર પ્રમાણે સિદ્ધાંત માન્યતાનું પ્રતિપાદન, આધાકર્મ આદિ દેથી યુક્ત આહાર લેનાર સાધુને શી હાનિ થાય છે ? તેનું કથન, કિતકૃત, સ્થાપિત, કાન્તારભક્ત, દુભિક્ષભક્ત, વાલિકાભક્ત, ગલાનભક્ત, શય્યાતરપિંડ, રાજપિંડ આદિને ગ્રહણ કર્યા પછી આચના અને પ્રતિક્રમણ નહીં કરનાર સાધુને કાલધર્મની પ્રાપ્તિ થયા બાદ વિરાધનાને, તથા આલેચના અને પ્રતિક્રમણ કરનાર સાધુને કાળધર્મની પ્રાપ્તિ થતાં આરાધનાનું પ્રતિપાદન, આચાર્ય ઉપાધ્યાયને સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અસત્ય ભાષણ કરનારને કર્મબંધ બંધાય છે તેનું નિરૂપણ,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૫