________________
પ્રકારે તે સમસ્ત કર્મોનું વેદન પણ નથી થતું. લાંબા કાળ સુધી દવા ગ્ય કમને જે બંધ બંધાયો હોય તેનું વેતન ચેડા કાળ સુધી થતું હોય એવું પણ જોવા મળે છે જે આ વાતને માનવામાં ન આવે તો આ યુકમને જે વચ્ચે. થી જ ક્ષય થઈ જવાના દાખલા જોવા મળે છે–એટલે કે લાંબા કાળ પર્યન્ત ભોગવવા ગ્ય આયુને જે બંધ બાંધ્યું હોય છે તે વિષભક્ષણ, ગળે ફાસે, અગ્નિસ્નાન આદિ કારણેથી વચ્ચેથી જ તૂટી જાય છે, જેને કમેત કહે છે, તે સંભવી શકત નહીં. કોઈ એવી દલીલ કરે કે જીવનું અકાલમરણ થતું જ નથી, જે મરણ થાય છે તે કાલમરણ જ હોય છે, તે એ વાત પણ બરાબર નથી. જેવી રીતે દીપકમાં તેલ, વાટ આદિ સામગ્રી પુરતા પ્રમાણમાં હોય છતાં પણ પવનને એક જ ઝપાટે તેને બુઝવી શકવાને સમર્થ હોય છે. એવી રીતે વિષભક્ષણ આદિ અકાળ મૃત્યુના કારણે પણ આયુની સમાપ્તિ વચ્ચેથી જ કરી શકવાને સમર્થ હોય છે.
જે અકાલમરણ થતાં ન હતી તે, માંદગીને વખતે તેને દૂર કરવાના ઇલાજ લોકો શા માટે કરત! મતથી બચવાને માટે તે લોકો તે ઈલાએ કરતા હોય છે. અકાલમરણનું તાત્પર્ય એ જ છે કે જેટલા વર્ષના આયુષ્યને ઉપભોગ કરવા યોગ્ય કર્મ બંધ બાંધ્યું હોય એટલાં વર્ષ સુધી તે આયુષ્યને ઉપભેગા કરવાને બદલે તેને એ કદમ ઉપભેગા કરી લે. જેવી રીતે ઘડિયાળને આઠ દિવસ ચાલે એટલી ચાવી દીધી હોય અને તે ચાવી કોઈ કારણને લીધે બે દિવસમાં જ ખલાસ થઈ જાય, તે તે ઘડિયાળ ખરાબ થઈ ગઈ છે એમ માનવામાં આવે છે–પૂરા સમય પહેલાં જ તેની ચાવી ખલાસ થઈ જાય છે, એ જ પ્રમાણે ૬૦ વર્ષના સમયમાં ક્રમે ક્રમે ઉપભોગ કરવા યોગ્ય કર્મને જે ક્રમથી વિપરીત પ્રકારે ૨-૪ દિવસમાં જ ભોગવી લઈને આયુને સમાપ્ત કરવામાં આવે છે એવા મરણને અકાલમરણ કહે છે, અને એવું બને છે પણ ખરું.
જે આ પ્રમાણે બનતું જોવામાં આવતું હોય તે એ વાત પણ માનવી જ પડશે કે જે પ્રકારે જીવે કર્મને બંધ બાંધે છે, એ જ પ્રકારે તે તેનું વેદન કરતું પણ નથી. એ જ પ્રમાણે મહાસંગ્રામ આદિમાં જે લાખ જીવોને એક સાથે સંહાર થાય છે, તે પણ જો અકાલમરણ ન હોય તે થાત નહીં અથવા અનેવંભૂત વેદનાને જે માનવામાં ન આવે તે એવી વાત સંભવી શકે નહીં. આ દષ્ટાંતો દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે કેટલાક જીવ એવંદભૂત વેદનાને અનુભવ કરે છે અને કેટલાક જીવે અનેવંભૂત વેદનાને પણ અનુભવ કરે છે. તેથી એવંભૂત વેદનાનો જ અથવા તે એનેવંભૂત વેદનાને જ જીવ અનુભવ કરે છે એવી ઐકાંન્તિક માન્યતા ટકી શકતી નથી. “જે તે જ
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૨૧