________________
(અનુમાન કરનાર વ્યક્તિ) ને જે જ્ઞાન થાય છે, તે તેની (મયૂરની) વાણુંરૂપ કાર્ય દ્વારા જ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે પર્વતમાં ધુમાડાને જોઈને પક્ષભૂત (અપ્રત્યક્ષ) અગ્નિનું જે જ્ઞાન થાય છે, અને નદીમાં ધૂળ આદિનાં મિશ્રણવાળે જળપ્રવાહ વૃદ્ધિ પામતે જોઈને, દેખનાર એવું જે અનુમાન કરે છે કે ઉપરના પ્રદેશમાં કઈ સ્થળે વૃષ્ટિ થઈ છે, એ સઘળાં કારણનુમાનનાં દષ્ટાંત છે. આ અનુમાન કરનારને પ્રત્યક્ષ રીતે વૃષ્ટિનું દર્શન થતું હતું નથી, તે પણ તે વૃષ્ટિનું કાર્ય એટલે કે મલિન જળવાળું પૂર જોઈને તેને પરોક્ષ પદાર્થનું ભાન થાય છે. ઉપરના પ્રદેશમાં થયેલા વરસાદને તેણે જે હેતે નથી છતાં ઉપર બતાવ્યું તે પ્રમાણે તે વૃષ્ટિના કાર્ય દ્વારા તેને તે વૃષ્ટિનું જ્ઞાન થાય છે.
કારણલિંગ કાર્યાનુમાનનું દૃષ્ટાંત આ પ્રમાણે છે-કીડીઓને તેમના ઇંડાં લઈને ચાલી જતી જોઈને એવું જે અનુમાન કરવામાં આવે છે કે વરસાદ થશે, તે કારણલિંગક કાર્યાનુમાન ગણાય છે.
એક પદાર્થના સ્વરૂપનું નિરીક્ષણ કરીને એ જ પ્રકારના સ્વરૂપવાળા બીજા પદાર્થો પણ આ પ્રકારનાં જ છે એવું જે જ્ઞાન થાય છે એ પ્રકારના અનુમાનને દૃષ્ટ સામ્યવત્ અનુમાન કહે છે. જેમકે છેદન ક્રિયામાં કુહાડી આદિ કરણ (સાધન) ને ઉપયોગ થતે જોઈને એ જ પ્રકારની ક્રિયાઓમાં તથા બીજી ક્રિયાઓમાં અન્ય અદૃષ્ટ (ન દેખાતાં) પદાર્થને કરણ માનીને તેના અસ્તિત્વનું અનુમાન કરવું, તે આ પ્રકારના અનુમાનનું દૃષ્ટાંત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે “કરણ (સાધન) વિના કિયા થઈ શકતી નથી. ” જેમકે “દેવદત્તા કુહાડી વડે લાકડું કાપે છે. ” તે અહીં લાકડા કાપવાની જે ક્રિયા થાય છે, તે કુહાડી રૂપ કરણ વડે થાય છે. તેથી તેમાં અસાધારણ કારણ રૂપ કરણ કુહાડી છે–દેવદત્ત નથી, કારણ કે લાકડાં કાપવાની ક્રિયા કુહાડી વડે જ થતી હોય છે. તેથી એક જગ્યાએ ક્રિયાને કરણ સાધ્ય જોઈને બીજી રૂપાદિ પ્રત્યક્ષ રૂપ કિયાઓમાં કરણ સાધ્યતાનું જે અનુમાન કરવામાં આવે છે, તેનું નામ જ
દુષ્ટ સાધમ્યવત્ અનુમાન” છે. એક કાર્દાપણ એંસી રતી જેટલા વજનને હોય છે. તે એના જેવા બીજા જે કઈ પદાર્થો હોય તેને કાષપણ માની લેવામાં આવે, તે તે પ્રકારના અનુમાનને પણ દૃષ્ટસાધમ્યવ અનુમાનકહી શકાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૧૦૦