________________
ગણધરોની પરંપરાથી જે પ્રમાણુ ચાલ્યું આવે છે તેને આગમ કહે છે. તેનું બીજું નામ શબ્દ પ્રમાણ પણ છે.
હવે સૂત્રકાર આગમના સ્વરૂપને સમજાવે છે–પ્રત્યક્ષના બે પ્રકાર છે. (1) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) ઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે–(૧) શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ, (૨) ચક્ષુ ઇન્દ્રિય પ્રત્યક્ષ, (૩) ઘાણેન્દ્રિય પ્રત્યક્ષ, (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ, અને (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ.
શ્રોત્રેન્દ્રિયથી (કાન વડે) જે શબ્દનું જ્ઞાન થાય છે તેને શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. એ જ પ્રમાણે ચક્ષુ ઈન્દ્રિય વગેરે પ્રત્યક્ષોના વિષયમાં પણ સમજવું. નેઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે-(૧) અવધિ જ્ઞાન, મન પર્યય જ્ઞાન અને (૩) કેવળ જ્ઞાન. કઈ પણ ઇન્દ્રિયની મદદ વિના થતા જ્ઞાનને નેઈન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. ઉપરનાં ત્રણે પ્રત્યક્ષે ઈન્દ્રિયોની સહાયતાની અપેક્ષા રાખતા નથી. તે તે માત્ર આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે.
અનુમાન ત્રણ પ્રકારના હોય છે-(૧) પૂર્વવત્ (૨) શેષવત્ (૩) દૃષ્ટ સામ્યવત્
પૂર્વે પ્રાપ્ત કરેલાં અસાધારણ ચિહ્નો દ્વારા પિતા આદિને પિતાના પુત્ર દિનું જે જ્ઞાન થાય છે, તે પૂર્વવત્ અનુમાન છે.
શેષવતુ અનુમાનના બે પ્રકાર છે-(૧) કાર્યરૂપ ચિહ્ન વડે કારણનું અનુમાન, (૨) કારણરૂપ ચિહ વડે કાર્યનું અનુમાન
વ્યાપ્તિ અને પ્રત્યક્ષ દ્વારા કાર્યની ઉપલબ્ધિપૂર્વક કારણનું જે અનુમાન થાય છે, તેનું નામ જ શેષવત્ કાર્યલિંગ કારણનુમાન છે એ વાતને એક દૃષ્ટાંત દ્વારા સૂત્રકાર સમજાવે છે
કેકારવ (મેરને અવાજ) સાંભળીને, મેરને જોયા વિના પણ મનુષ્ય એ વાત જાણી શકે છે કે તે અવાજ કરનાર પક્ષી મોર જ છે. “જ્યાં જ્યાં કેકારવ સંભળાય છે, ત્યાં ત્યાં મયૂર હોય છે, ” આ રીતે માર અને કેકારવની વ્યાસિને પહેલાં ગ્રહણ કરીને, કેઈ પણ સ્થળે એ વાણુનું શ્રવણ થતાંની સાથે જ મેર લેવાનું જે અનુમાન થાય છે, એજ શેષવને પહેલે ભેદ કાર્યલિંગ કારણનુમાન છે. કેકારવનું કારણ મયૂર, અને મયૂરનું કાર્યો કેકારવ છે. આ રીતે પરોક્ષભૂત (નજર સમક્ષ ન હોય એવા) મયૂરનું અનુમાતા
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૯