________________
ભાન થાય છે કે “અહીં ધુમાડો હોવાથી અગ્નિ હોવી જ જોઈએ.” તે અનુમાન કરનારી વ્યક્તિને પરેક્ષ અર્થમાં આવું જે જ્ઞાન થાય છે, તેનું નામ જ અનુમાન છે. એજ વાત “સંપૂર્ણપણે પદાર્થને જે નિશ્ચયાત્મક વિચાર તેને અનુમાન કહે છે,” આ વાક્ય દ્વારા દર્શાવવામાં આવેલ છે. અથવા આ વિચારજન્ય જે અનુભવ હોય છે તેને અનુમાન કહે છે. વિવેચક આ વિષને વધુ સ્પષ્ટ કરવા માટે કહે છે કે-રસોડા આદિમાં વારંવાર અગ્નિ અને ધુમાડાનું સાહચર્ય દેખીને તે બનેની વ્યાપ્તિને ગ્રહણ કરી શકનાર કે એક પુરૂષ પર્વતાદિ પદાર્થરૂપ આધાર વિશેષમાં ધુમાડારૂપી ચિહને જોઈને “ફિર ચાળો ધૂમ” વહનિનું વ્યાપ્ય (અગ્નિ ઉપર વ્યાપ્ય થતી વસ્તુ) ધુમાડે હોય છે. એ પ્રકારે વ્યાપ્તિનું સ્મરણ થતાં જ એવું જે જ્ઞાન થાય છે કે “હિં રચાશ ધૂમવાનું કાચ પર્વતઃ” “આ પર્વત અગ્નિના વ્યાપ્ય ધુમાડાથી યુક્ત છે, જે એ જ અનુમાન જ્ઞાન છે. એજ જ્ઞાન વ્યાસિ વિશિષ્ટ અને ધૂમની વિશિષ્ટતાને જાણનારું છે, આ રીતે પદાર્થને સંપૂર્ણપણે નિશ્ચયાત્મક વિચાર કરનારૂ જે નાન તેને જ અનુમાન કહે છે. અથવા આ પ્રકારના વિચારથી “આ પર્વત અગ્નિવાળે છે” એવી જે અનુભૂતિ થાય છે, એનું નામ જ અનુમાન છે.
જેના દ્વારા સાશ્યને આધારે પદાર્થને ગ્રહણ કરવામાં આવે છે, તેને ઉપમાન પ્રમાણુ કહે છે. તેને સાદુ પ્રચલિજ્ઞાન પણ કહેવાય છે. અથવા જેના દ્વારા પદાર્થને ઉપમિત કરવામાં આવે છે તેનું નામ ઉપમા છે. તે ઉપમા જ ઔપચ્યું છે. હવે ઉપમાન પ્રમાણુના વિષયમાં વધારે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. એક માણસે જંગલમાં રહેનાર ભીલ જેવી કઈ વ્યક્તિને પૂછ્યું કે
રોઝ કેવું હોય છે?” જવાબ મળ્યો કે “રોઝ ગાયના જેવું હોય છે.” હવે આ પ્રમાણે સાંભળીને તે પુરૂષ જંગલમાં ગયે. ત્યાં જઈને તેણે ગાયના જેવું જાનવર જેયું. તેને જોતાં જ તેણે પહેલાં સાંભળેલું આ વાક્ય તેને યાદ આવ્યું- “રેઝ ગાય જેવું હોય છે. તેથી ગાય જેવા પ્રાણીને જોતાં જ તે સમજી ગયે કે આ પ્રાણી જ રેઝ છે. આ સાદૃશ્ય પ્રત્યભિજ્ઞાન અથવા ઉપમાન પ્રમાણનું એક સુંદર દૃષ્ટાંત ગણું શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે રેઝના શરીરમાં તેને જે ગેસાશ્ય (ગાયના શરીર સાથે સરખાપણું) નું દર્શન થાય છે તે ઉપમાન છે. અથવા આ ગોસાદશ્યનું દર્શન થતાં અતિદેશ વાક્યર્થના સમરણ દ્વારા “નવો વચ લાવ” એવી જે તેને ઉપમિતિ થઈ, તેનું જનક ઉપમાન છે.
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૮