________________
હા, ગૌતમ! કેવળજ્ઞાની પિતાના કેવળ જ્ઞાન વડે અને કેવળ દર્શન વડે દુઃખાન્તર અને ચરમ શરીરધારી જીવને જાણી શકે છે, અને દેખી શકે છે, કારણ કે તે પ્રકારના જ્ઞાનમાં એ સામર્થ્ય રહેલું હોય છે.
હવે ગૌતમસ્વામી મહાવીર પ્રભુને બીજો પ્રશ્ન કરે છે-“જલ્લા મરે! વર તર’ વા વંતિકારીરિએ નારૂ વ પાવર” હે ભદન્ત ! જેવી રીતે કેવળજ્ઞાની કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના પ્રભાવથી અન્તકર તથા ચરમ શરીરધારી જીવને જાણી શકે છે અને દેખી શકે છે, “ છ૩મળે જ અંતર વા સિમારિ વા જાળ પાસ” એવી રીતે શું છદ્દસ્થ મનુષ્ય પણ પિતાના જ્ઞાન દ્વારા (૧૧ માં અને બારમાં ગુણસ્થાનવતી જીવની અપેક્ષાએ અવધિમનઃ પર્યય જ્ઞાન દ્વારા) અંતકર અને ચરમ શરીરધારી જીવને જાણી શકે છે અને દેખી શકે છે? (જે જીવ પિતાના ચાલુ ભવના શરીરને છેડીને ફરીથી નવું શરીર ધારણ કરતો નથી, એટલે કે મોક્ષે જાય છે, તેને ચરમ શરીરી કહે છે.)
મહાવીર પ્રભુ ગૌતમસ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે-“જોયા! જો કે સમ ” હે ગૌતમ ! એ પ્રમાણે બનતું નથી. છવસ્થ મનુષ્ય અન્તકર અને ચરમ શરીરી જીવને પિતાના જ્ઞાન દ્વારા તે સાક્ષાત્ રૂપે સ્પષ્ટ વિશદરૂપે જાણી શકતું નથી અને દેખી શકતું નથી. પરંતુ “સોગા બહુ THE THળ વાસાંભળીને અથવા આગમ આદિ પ્રમાણે વડે તે તેને જાણી શકવાને અને દેખી શકવાને સમર્થ બની શકે છે ખરો. “ સાંભળીને તેને જાણી–દેખી શકે છે ” આ કથનની વધારે સ્પષ્ટતા કરાવવા માટે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે “તે જિં તું તો " હે ભદન્ત “ છદ્મસ્થ સાંભળીને તેમને જાણી-દેખી શકે છે” એ કથનનું તાત્પર્ય શું છે ? મહાવીર પ્રભુ તેનું તાત્પર્ય સમજાવતા કહે છે કે “તારવી ગતિ વ) “ આ જીવ અંતકર અને ચરમ શરીરી છે,” એવું કેવલી ભગવાનને સુખે સાંભળીને છવાસ્થ જીવ અંતકર અને ચરમ શરીરી જીવને જાણી-દેખી શકે છે.
દેવજી સાવચરણ વા” અથવા કેવલી ભગવાનના શ્રાવકનાં વચનો સાંભળીને, છદ્મસ્થ મનુષ્ય અન્તકર અથવા ચરમ શરીરી જીવને જાણું–દેખી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-જે જીવ છસ્થ હોય છે, તે કેવલી ભગવાનનાં વચનો શ્રવણ કરવાને માટે તેમની પાસે જાય છે અને તેમની વાણી સાંભળે છે. તેથી એવા છદ્મસ્થ જીવને કેવલીન શ્રાવક કહેવાય છે. તે કેવળી ભગવાનની વાણીનું શ્રવણ કરતાં અમુક જીવને ઉદ્દેશીને ભગવાને કહેલાં આ પ્રકારનાં વચનો સાંભળે છે-“આ જીવ અન્તક અને ચરમ શરીરી છે. ” આ પ્રકારનાં વચન કેવલી ભગવાને સ્વમુખે સાંભળીને તે શ્રાવક પણ અન્તકરને જાણ થાય છે. એવા શ્રાવકના વચનોને સાંભળીને પણ છઘસ્થ જીવ અન્નકરને જાણી શકે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજી લેવું.
રિ રાજિયા વા” કેવલી ભગવાનની શ્રાવિકાનાં વચનો સાંભળીને “જેવી સવારણ ના” કેવલી ભગવાનના ઉપાસકનાં વચનો સાંભળીને,
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૫