________________
રા, તે હું સોરા ) સાંભળીને છારથ મનુષ્ય અંતકરને એને અંતિમ શરીર વાળાને જાણી–દેખી શકે છે, એ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-કેવલી ભગનની સમીપે, કેવલી ભગવાનના શ્રાવકની સમીપે, કેવલી ભગવાનની શ્રાવિકાની સમીપે, કેવલીના ઉપાસકની સમીપ, કેવલીની ઉપાસિકાની સમીપ, કેવલીના પક્ષવાળાની સમીપ, કેવળીના પક્ષના શ્રાવકની સમીપ, કેવળીના પક્ષની શ્રાવિ કાની સમીપ, કેવલીના પક્ષના ઉપાસકની સમીપ, અથવા કેવલીના પક્ષની ઉપાસિકાની સમીપ, અંતકર અને અંતિમ શરીરવાળાનું વર્ણન સાંભળીને તે તેને જાણ–દેખી શકે છે-(સે રં ગોરા ) “ સાંભળીને જાણે-દેખે છે” નું આ પ્રમાણે તાત્પર્ય છે--
ટીકાથ–આ સૂત્ર દ્વારા સૂત્રકાર છસ્થ મનુષ્ય કરતાં કેવલી ભગવાનમાં જે વિશિષ્ટતા રહેલી છે તેનું પ્રતિપાદન કરે છે
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે (વણી કરે. અંતર કા, સિમાચિં વા કાળ જાણ?) હે ભદન્ત! કેવલી ભગવાન અંતકરને (સમસ્ત દુઃખના અન્ત કરનારને) અને ચરમશરીરધારીને ( છેલો ભવ કરીને સિદ્ધપદ પામનાર જીવન-ચરમ શરીરધારી કહે છે ) શું કેવલજ્ઞાન દ્વારા જાણે છે? અથવા શું તેઓ કેવળદર્શન દ્વારા તેને દેખે છે?
- સિદ્ધાંતની માન્યતા અનુસાર કેવળજ્ઞાની ભગવાન ત્રણે લોકના ચર અને અચર, સમસ્ત ત્રિકાળવતી પદાર્થોને તેમની અનંત પર્યાયે સહિત જાણે છે. તે આ પ્રકારનો પ્રશ્ન શા માટે કરવામાં આવ્યું હશે?
આ પ્રકારનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે કેટલાક અન્ય સિદ્ધાન્ત કારો એવું કોઈ જ્ઞાન હોવાની વાત જ માન્ય કરતા નથી. વળી એવું કોઈ જ્ઞાન હોય તે પણ મનુષ્યને એ જ્ઞાનની પ્રાપ્તિ થવાની વાત તેઓ માનતા નથી, અને કદાચ મનુષ્યને તે જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તો પણ તે જ્ઞાન પરિમિત હોવાનું તેઓ માને છે તેની અપરિમિતતાનો સ્વીકાર કરતા નથી, તે એ બધી માન્યતાઓનું ખંડન કરવાના હેતુથી આ પ્રશ્ન અહીં પૂછો છે. આ પ્રશ્નોત્તર દ્વારા એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે એવું જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, એટલું જ નહીં પણ મનુષ્ય તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન અપરિમિત (અમર્યાદિત) હોય છે એ જ વાતનું મહાવીર પ્રભુના નીચેના જવાબ દ્વારા પ્રતિપાદન કરાયું છે-“હંતા જોયા! ”
શ્રી ભગવતી સૂત્ર : ૪
૯૪