________________
__ "अत्थिता मे पुरा पुराणाणं सुविचागणाणं सुपरिवंकताणं, सुभाणं, कल्लाr[, gim મા શાસ્ત્રવિત્તિવિશે” પૂર્વભવમાં સારી રીતે દીધેલાં દાન તથા પૂર્વ ભવમાં કરેલા શુભકર્મના તપ વગેરેના ફળના વિપાક (પરિણામ) રૂપે આ કલ્યાણકારી, આનંદદાય ફળ પ્રાપ્ત થયું છે. અને જે શુભ કર્મના ઉદયથી મારે ત્યાં “દિoળ વકૃમિ ચાંદી વધતી જ જાય છે – મારી પાસે ઘણી ચાંદી છે અને તેમાં હજી પણ વધારે થયા જ કરે છે, “gaomi વકૃષિ” મારા ભંડાર સુવર્ણથી ભરપૂર છે. અને હજી પણ તેમાં સુવર્ણને વધારે થયા કરે છે,
ધovમાં રમ” મારે ત્યાં ગણિમ, ધરિમ, મેય અને પરિદયરૂપ ચાર પ્રકારનું ધન વધતું જ જાય છે, “gutur aim મારે ત્યાં અનાજ વધતું જ જાય છે. “પુ૬િ ifમ સંતાનની પણ વૃદ્ધિ થઈ રહી છે, “મુર્દિ ” અને ગાય, ભેંસ આદિ પશુઓની પણ વૃદ્ધિ થઈ રહી છે. એ જ પ્રમાણે “વિરૂદ્ધ ઘTकणगरयण-मणि-मोत्तिय-संख-सिलप्पवाल-रत्न- रयण - संतसारसावएज्जेणं ગાર સમિમિ .” મારે ત્યાં ધન, કનક (સુવણ), રત્ન, મણિ, મેતી, શંખ, શિલા, પ્રવાલ, રકત રત્ન, અને સત્કારવાળા સ્થાપતેય (સારરૂપ દ્રવ્ય સમુદાય) વગેરેમાં વિપુલ પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. વિપુલ એટલે મેટા પ્રમાણમાં. અહીં દરેક શબ્દ સાથે તેને પ્રયોગ કરવાનો છે. ધન શબ્દથી ગણિમ (સેનામહોર) આદિ સિકકા ગ્રહણ કરવા. કનક એટલે એનું. રત્ન એટલે કકેતન આદિ રત્ન, મણિ એટલે ચન્દ્રકાન્ત આદિ મણિ, મૌકિતક એટલે સાચાં મોતી, શંખ એટલે દક્ષિણાવર્તી આદિ શંખ, શિલાપ્રવાલ એટલે મૂંગા (પરવાળાં) અથવા શુભ લક્ષણોવાળા પાષાણુ વિશેષને માટે શિલા શબ્દને પ્રયોગ કર્યો છે અને પ્રવાલ એટલે પરવાળાં. પદ્મરાગ આદિ મણિને રકતરત્ન કહેલ છે. “સત્કાર એટલે સુંદર સારયુક્ત “સ્થાપતેય’ એટલે દ્રવ્ય સમુદાય.
આ રીતે મારે ત્યાં, મારા પૂર્વકૃત કમેને પરિણામે સમસ્ત સાંસારિક સમૃદ્ધિમાં વધારે થઈ રહી છે ત્યારે એટલાથી જ સંતોષ માનીને બેસી રહેવું તે શું મારે માટે યોગ્ય છે? આ પ્રમાણે બેસી રહેવાથી તે મારાં પુણ્યકર્મોનો ક્ષય થઈ જશે અને એક એ દિવસ પણ આવશે કે જ્યારે આ બધાં સુખ અને વૈભવે મારી પાસેથી ચાલ્યાં જશે. તે આ રીતે બેસી રહેવામાં ડહાપણ નથી. અત્યારે જ્યારે મારે ત્યાં પુણ્યકર્મને પ્રતાપે સુખ સમૃદ્ધિની છેળે ઊડી રહી છે, ત્યારે જ મારે મારા ભાવિ સુખને વિચાર કરવો જોઇએ- તે પ્રત્યે ઉદાસીન ન બનવું જોઈએ. એ જ વાત સૂત્રકારે નીચેના સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે–
શ્રી ભગવતી સૂત્ર : ૩
૫૫.