________________ તથા દ્રવ્યા પ્રદેશાર્થ બને રૂપ સ્થાનેમાંથી કયાં સ્થાન કયાં સ્થાને કરતાં ઓછાં છે, કયાં કેનાં કરતાં વધારે છે, કયાં કોનાં સમાન છે, અને કયા સ્થાને કેનાં કરતાં વિશેષાધિક છે? તેને ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે કે દ્રવ્યાર્થરૂપે કાપતલેશ્યાનાં જઘન્ય સ્થાને સૌથી થોડાં છે, દ્રવ્યાર્થરૂપે નીલલેશ્યાના જઘન્યસ્થાનો તેના કરતાં અસંખ્યાત ગણું છે, દ્રવ્યાર્થરૂપે કૃષ્ણલેશ્યાનાં જઘન્યસ્થાને અસંખ્યાત ગણું છે, દ્વવ્યાર્થરૂપે તેજલેશ્યાનાં જઘન્ય સ્થાને અસંખ્યાત ગણું છે, દ્રવ્યાર્થરૂપે પડ્યૂલેશ્યાનાં જઘન્ય સ્થાને અસંખ્યાત ગણું છે, તથા વ્યાર્થરૂપે શુકલશ્યાનાં પણ જઘન્ય સ્થાને અસંખ્યાત ગણું છે. એ જ પ્રમાણે પ્રદેશાર્થરૂપે, અને દ્રવ્યાર્થપ્રદેશાર્થરૂપે જઘન્ય સ્થાનનાં વિષયમાં સમજવું. મહાવીર પ્રભુનાં વચનેમાં શ્રદ્ધા, ભકિતભાવ અને પ્રમાણભૂતતા પ્રકટ કરતાં ગૌતમ સ્વામી તેમને કહે છે, “રેવ મં! તે મત્તિ “હે ભદન્ત આપની વાત બિલકુલ સત્ય છે. હે ભદન્ત! આ વિષયનું આપે જે પ્રતિપાદન કર્યું, તે યથાર્થ છે” એમ કહીને મહાવીર પ્રભુને વંદણ નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતી સત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના ચેથા શતકનો દશમો ઉદ્દેશ સમાપ્ત છે 4-10 છે શ્રી ભગવતી સૂત્ર : 3 2 0 3