________________
અશ્રુતપર્યંતના દેવલોકમાંના કેઈ પણ એક દેવલોકમાં અનાબિયોગિક દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે–તે દેવલોકમાં આભિગિક દેવે પણ હોય છે પણ એવા આધિ
ગિક દેવરૂપે તે ઉત્પન્ન થતો નથી. આ કથનથી એ વાત સિદ્ધ થાય છે કે અભિગ ભાવના કરનાર માયી અણગાર, (કષાયથી યુક્ત સાધુ) જો અભિયોગ ભાવનાનું આલેચન અને પ્રતિક્રમણ કર્યા વિના મારે છે તો તે આભિયોગિક દેવરૂપે એટલે કે અન્ય દેના કિંકર રૂપે-ઉત્પન્ન થાય છે. પણ જો એજ અણગાર તે ભાવનાનું આલેચન અને પ્રતિક્રમણ કરીને મરે છે, તે અનાભિયોગિક દેવરૂપે-ઈન્દ્ર, સામાનિક દેવ, ત્રાયઢિશક દેવ, સમાદિ લોકપાલ, અહમિન્દ્ર, નવ રૈવેયકવાસી દેવ અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુનાં વચનને પ્રમાણભૂત માનીને કહે છે કે સેવ મંતે ? સેવં મંતે! રિ” હે ભદન્ત ! આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય છે. આપની વાત યથાર્થ છે. આ પ્રમાણે ભગવાનનાં વચમાં શ્રદ્ધા પ્રકટ કરીને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પ્રત્યે અતિશય ભક્તિભાવ, આદર અને શ્રદ્ધા પ્રકટ કરે છે.
હવે આ ઉદેશકમાં આવતા વિષયને સૂત્રકાર એક ગાથા દ્વારા પ્રકટ કરીને આ ઉદ્દેશકને ઉપસંહાર કરે છે–ગાથાને અર્થ આ પ્રમાણે છે.
આ ઉદ્દેશકમાં સ્ત્રી, અસિ (તલવાર), પતાકા, જનેઈ, અર્ધ પદ્માસન, પર્યકાસન અભિયેગ અને વિકુવણાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ બધું માયી અણગાર કરે છે. ગાથાને અર્થ સરળ અને સ્પષ્ટ હોવાથી તેનું અધિક વિવેચન કર્યું નથી. સાસુ,રા જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકત “ભગવતી’ સત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના ત્રીજા શતકનો પાંચમો ઉદ્દેશ સમાપ્ત. ૩-પા
છઠે ઉદેશક કે વિષયોં કા સંક્ષેપકા કથન
ત્રીજા શતકને છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ આ છઠ્ઠા ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે–
મિથ્યાષ્ટિ અણગારની વિક્ર્વણાનું નિરૂપણ. “વાણારસી (વારાણસી) નગરીમાં રહેલે મિથ્યાદૃષ્ટિ અણગાર રાજગૃહનગરીની વિદુર્વણું કરીને તેમાં રહેલાં રૂપને શું જાણી દેખી શકે છે? એ પ્રશ્ન અને તેને હકારમાં ઉત્તર,
પ્રશ્ન- તથાભાવથી યથાર્થ રૂપે જાણે છે કે અન્યથા ભાવથી [અયથાર્થરૂપે જાણે છે? ઉત્તર–અન્યથાભાવથી જાણે અને દેખે છે.
રાજગૃહ નગરને વારસી નગરીરૂપે અને વાણરસીને રાજગૃહરૂપે જાણનારું જ્ઞાન ભ્રમાત્મક વિર્ભાગજ્ઞાન છે, એવું પ્રતિપાદન રાજગૃહ અને વણારસી નગરીની વચ્ચેના ભાગમાં એક વિશાળ જનપદની વિબુર્વણા કરવાનું નિરૂપણ. વિક્ર્વણુ દ્વારા નિર્મિત વૈક્રિયરૂપને સ્વાભાવિકરૂપે માનનારી તેની માન્યતાને ભ્રામક ગણાવતું કથન.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૧ ૨.