________________
જે કે જીવ શબ્દને સામાન્ય જીવરૂપે ગ્રહણ કરવામાં આવે છે, પણ અહીં સામાન્ય જીવ લેવાને બદલે વિશિષ્ટ જીવ જ ગ્રહણ કરવાનું છે, કારણ કે વેગસંયમ જીવ જ એ અજનાદિ ક્રિયાઓ કરે છે–ગરહિત જીવ એ ક્રિયાઓ કરતો નથી. અગ અવસ્થામાં તે કિયાએ ન થવાનું કારણ એ છે કે તેમને સંબંધ મન, વચન અને કાયરૂપ યોગની પ્રવૃત્તિથી જ રહે છે. અગીને મન વચન આદિ વેગ હેતા નથી. પ્રશ્ન પૂછનાર મંડિતપુત્ર અણગારની માન્યતા એવી છે કે જીવને નિશ્ચયનયની અપેક્ષાએ શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિર્વિકાર અને આનંદ સ્વરૂપ માનવામાં આવેલ છે. તે શું જીવ દ્વારા અશુદ્ધ પરિણતિરૂપ અજનાદિ ક્રિયાઓ થાય છે ખરી ? અને શું જીવ તે તે ક્રિયારૂપ ભાવરૂપે પરિણમે છે ખરે? તેમના આ પ્રશ્નનો ઉત્તર આપતા મહાવીર પ્રભુ કહે છે કે'हंता मंडियपुत्ता ! जीवेणं सया समियं एयह जाव तं तं भावं परिणमइ' હા, મંડિતપુત્ર ! જીવ સદા રાગદ્વેષપૂર્વક કંપિત થાય છે, (વાવ) અને જીવ તે તે ભાવરૂપે પરિણમે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે–એ વાત બરાબર છે કે નિશ્ચયનયની માન્યતા અનુસાર જીવ તદ્દન શુદ્ધ, બુદ્ધ આદિ ગુણોવાળે છે. પરંતુ વ્યવહાર નયની અપેક્ષાએ તે વૈભાવિક પરિણતિરૂપે પરિણમી જાય છે, કારણ કે તે અનાદિ કાળથી રાગાદિ ભાવરૂપ બની રહ્યો છે. તે કારણે જ તે અનાદિક ક્રિયાઓ કરતે રહે છે. નિશ્ચય નય તે જીવનું વાસ્તિવિક સ્વરૂપ કેવું છે. એજ કહે છે. તેથી કેઈ પણ નિમિત્ત મળવા છતાં પણ તેનું જ સ્વરૂપ જળવાઈ રહેશે એમ તે કહી શકાય નહીં. અશુદ્ધતા તે પાછળથી આવતી રહે છે. જે તે અશુદ્ધતા દૂર થઈ જાય તે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર આદિ નિજસ્વરૂપને પ્રાપ્ત કરી લે છે, એવી નિશ્ચય નયની માન્યતા છે. કારણ કે આત્માનું નિજ સ્વરૂપ તે એવું જ છે. ધારે કે કઈ માણસ પૈસાદાર હોય. એવા માણસે નવરા બેસી રહેવું જોઈએ, એમ તે કહી શકાય નહીં. તેણે પણ આવક મેળવવાના ઉપાય કરવા જ જોઈએ. એ જ પ્રમાણે સંગી જીવ જ્યારે આજનાદિ ક્રિયાઓ કરે છે, ત્યારે તે ક્રિયાજન્ય કર્મો દ્વારા બંધાઈ જાય છે. તેથી એ વાત માનવી જોઈએ કે જીવ જ્યાંસુધી ગયુક્ત છે ત્યાં સુધી તે સદા કેને કે ક્રિયાનો કર્તા બનતે હોય છે, અને ક્રિયાને કર્તા હોવાને કારણે જીવ તે તે ભાવરૂપે પરિણમતો રહે છે, એજ વાત વ્યવહાર નય બતાવે છે. આ પ્રકારનું પ્રતિપાદન સાંભળીને મંડિતપુત્ર અણગાર મહાવીર પ્રભુને આ પ્રમાણે પૂછે છે-“વાવં મં! जीवे सया समियं जाव परिणमइ, तावं च णं तस्स जीवम्स अंते किरिया મge ?? હે ભદન્ત ! એ વાત તો બરાબર સમજાઈ ગઈ કે જીવ સદા ઐજનાદિક ક્રિયાઓ કરતે રહે છે. આ ક્રિયાઓ કરવાથી તેનું શું બગડી જવાનું છે? અંતે તે તેની તે બધી ક્રિયાઓ બંધ પડી જશે, અને તે અક્રિય થઈને મેક્ષ પ્રાપ્ત કરશે, એજ વાત આ સૂત્ર દ્વારા તેઓ પ્રકટ કરે છે. હવે પ્રશ્નનનું તાત્પર્ય આપવામાં આવે છેહે ભદન્ત ! જ્યાં સુધી જીવ રાગદ્વેષથી યુક્ત રહે છે, (યાવતુ) ઉપર કહેલા તે તે ભાવરૂપે પરિણમતે રહે છે, ત્યાં સુધી અને (મરણકાળે) તે (અન્તકિયા)–સકલ કર્મના
શ્રી ભગવતી સૂત્ર : ૩
૧ ૬ ૩