________________
માવાસાયનસ મવંતતિ ગરવાં” આ સૂત્રપાઠનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–એક લાખ એંશી હજાર જન પ્રમાણ રત્નપ્રભા પૃથ્વી છે. તેના ઉપરના ૧ હજાર યોજન પ્રમાણ ભાગને તથા નીચેના ૧ હજાર જન પ્રમાણ ભાગને છેડી દઈને બાકીને જે એક લાખ અઠોતેર હજાર યોજન પ્રમાણ ભાગ છે, તે ભાગમાં અસુરકુમાર દેવેના ચેસઠ લાખ ભવનાવાસ આવેલા છે, એવું જિનેન્દ્ર દેવે કહ્યું છે.
ભવનપતિના દસ ભેદ છે. તેથી તેમના આવાસેના પણ દસ ભેદ છે. જે પહેલે આવાસ છે તેને “અસુરકુમારાવાસ” કહો છે. તે આવા દક્ષિણ અને ઉત્તર દિક્ષાગમાં આવેલા છે. દક્ષિણ દિક્ષાગને અધિપતિ ચમરેન્દ્ર છે અને ઉત્તર દિક્ષાને અધિપતિ બલીન્દ્ર છે. અમરેન્દ્રની રાજધાનીનું નામ અમરચંચા છે. તે રાજધાનીમાં અસુરકુમારેના ૩૪ ચોત્રીસ લાખ આવાસે છે. બલીન્દ્રની રાજધાની બલિચંચા છે. તેમાં ૩૦ ત્રીસ લાખ અસુરકુમારાવાસે છે. આ બન્ને રાજધાનીના આવાસને સરવાળે ૬૪ ચોસઠલાખ થાય છે. ભવતાવાસનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં કરવામાં આવ્યું છે. તે ત્યાંથી વાંચી લેવું. તે પ્રકારના ભાવનાવાસમાં રહેતા અસુરકુમાર દેવે દિવ્ય ભેગે ભેગવે છે અને “ નિતિ'? પિતાને સમય સુખચેનથી વ્યતીત કરે છે.
હવે ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને, અસુરકુમારની નીચે, ઊંચે અને તિરછી ગતિ કરવાની શક્તિ વિષે નીચે પ્રમાણે પ્રશ્ન પૂછે છે– - “સ્થળ મંતે ! ઈત્યાદિ ” હે ભદો! શું આ અસુરકુમારે અલેકમાં ગમન કરવાને સમર્થ છે?
દંતા ” હે ગૌતમ! અસુરકુમાર દે પોતાના સ્થાનથી નીચે જઈ શકવાની શકિત અવશ્ય ધરાવે છે.
ત્યારે ગૌતમ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે–“વફાં ૪ of યૂ તે અસુરકુમાર જેવા ય તિવિષg ?હે પ્રભે ! અસુરકુમાર દેવી તેમના સ્થાનથી કયાં સુધી નીચે જઈ શકે છે ત્યારે મહાવીર પ્રભુ જવાબ આપે છે– “જોય! બાર ગ સત્તમા દિવ ” હે ગૌતમ! તે અસુરકુમાર દે નીચે સાતમી પૃથ્વી સુધી સાતમી નરક સુધી–જવાને સમર્થ છે, પણ તેઓ ત્યાં સુધી ભૂતકાળમાં કદી ગયા નથી, વર્તમાનમાં જતા નથી અને ભવિષ્યમાં જશે પણ નહીં. તેમનું સામર્થ્ય બતાવવાને માટે જ ઉપરોકત કથન કર્યું છે. “તવં પુર્વ થી ય મમિતિ ” પરંતુ તેઓ ખરેખર તે ત્રીજી પૃથ્વી સુધી ભૂતકાળમાં ગયા હતા, વત માનમાં જાય છે અને ક્ષવિષ્યમાં પણ ત્રીજી પૃથ્વી સુધી જ જશે.
મહાવીર પ્રભુના શ્રીમુખે આવો જવાબ સાંભળીને ગૌતમ સ્વામી મહાવીરપ્રભુને નીચેને પ્રશ્ન પૂછે છે—“ િmત્તિ૬ if મં! ચકરનારા ત પુઠ્ઠવં નવા જ નિíતિ ” હે પ્રભો ! અસુરકુમાર દેવે આ કારણે ત્રીજી પૃથ્વી સુધી ભૂતકાળમાં જતા હતા, વર્તમાનમાં જાય છે અને ભવિષ્યમાં પણ જવાના છે એટલે કે ત્રીજી નરક સુધી ત્રણે કાળમાં તેઓ જાય છે, તેની પાછળ શું કારણ રહેલું છે? તેઓ ત્યાં શા માટે જાય છે?
ત્યારે તેનું કારણ બતાવવા માટે મહાવીર પ્રભુ નીચે પ્રમાણે જવાબ આપે છે– "गोयमा ! पुबवेरियस्स चा वेयण उदीरणयाए पुनसंगइस्स वा वेयण उक सामणयाए एवं खलु असुरकुमारा देवा तच्च पुढवि गया य गमिस्संति "
શ્રી ભગવતી સૂત્ર : ૩
-