________________
પ્રશ્ન-પહેલાં ઘણા જ મહવાળ હોય પાછળથી મેહને ત્યાગ કરીને સંવૃત થયેલે શ્રમણ શું મરીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે? બુદ્ધ થાય છે? બધા દુઃખોથી મુક્ત થાય છે? બિલકુલ ઉપશાન્ત થઈ જાય છે ? અને શું તે તમામ દુઃખને અન્ત લાવી દે છે? આ પ્રશ્નને ઉત્તર પણ હકારમાં જ આપે છે.
આ રીતે સિદ્ધાંતની પ્રરૂપણ કરતાં સૂત્રકારે નિર્ગસ્થના વિષયમાં પણ વિચારની રજુઆત કરી છે. અન્ય મતવાળા એવું કહે છે કે એક જીવ એક સમયે બે આયુષ્યને બંધ બાંધે છે, તે તેમનું તે કથન સત્ય છે કે અસત્ય છે ?
ઉત્તર--પરતીર્થિકેનું તે કથન અસત્ય છે, કારણ કે એક જીવ એક સમયે એક જ આયુષ્યકર્મ બંધ બાંધે છે બેને નહીં. એ સર્વજ્ઞ પ્રભુને સિદ્ધાંત છે. આ પ્રકારના કથનથી સર્વજ્ઞ પ્રભુને આ વિષયમાં જે મત છે તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કાલાસ્યષિક પુત્ર-અણગાર અને સ્થવિર મુનિવરે એ બન્નેના પ્રશ્નોત્તરનું કથન થયું છે. સામાયિક વગેરેનું કેવું સ્વરૂપ છે? અને તેનું શું પ્રજન છે? એ પ્રશ્ન. ઉત્તર-“આત્મા જ સામાયિક છે અને આત્માજ સામાયિકને અર્થ છે. જે અપના મતાનુસાર સામાયિક વગેરેને અર્થ આત્મા છે, તે ક્રોધાદિકની ગહ (નિંદા) શા માટે કરવામાં આવી છે? એવે પ્રશ્ન કર્યો છે. અને તેને એ ઉત્તર આપે છે કે “સંયમના નિર્વા હને માટે કોધાદિકની ગહ કરવામાં આવી છે. ” પ્રશ્ન-ગોં સંયમ છે કે અગહ સંયમ છે?
ઉત્તર–ગહ સંયમ છે, અગહ સંયમ નથી. આ પ્રમાણે ભગવાનને મુખેથી સામાયિક વગેરેનું સ્વરૂપ સમજીને બોધ પામેલ કાલસ્પષિકપુત્ર અણગાર ચાર મહાવ્રતરૂપ ધર્મને છેડીને પ્રતિક્રમણ સહિત પાંચ મહાવ્રતયુક્ત ધર્મને સ્વીકાર કરીને વિચારવા લાગ્યા, અને અન્ત તેઓ સર્વ દુખેથી રહિત થઈ ગયા, એટલે કે મેક્ષે સિધાવ્યા.
પ્રશ્ન--શ્રેષ્ઠી, દરિદ્ર કૃપણ અને રાજા, એ સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા એકસરખી હોય છે કે જુદી જુદી હોય છે ?
ઉત્તર--એ સૌની અપ્રત્યાખ્યાન કિયા એકસરખી જ હોય છે.
પ્રશ્ન-–તેનું કારણ શું છે? ઉત્તર––તે સૌમાં ઈચ્છાનિવૃત્તિના અભાવરૂપ અવિરતિ સમાન જ હોય છે. તેથી તે સૌની અપ્રત્યાખ્યાન ક્રિયા પણ સમાન જ હોય છે. પ્રશ્ન-આધામિક આહારને પોતાના ઉપયોગમાં લેનારે શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે?
ઉત્તર–-હા કમબંધ બાંધે છે. તેના કારણનું પ્રદર્શન. પ્રશ્ન--સાસુક આહાર લેનાર શ્રમણ કર્મબંધ બાંધે છે કે નથી બાંધતે?
ઉત્તર તે કમબંધ બાંધતે નથી. તેના કારણનું પ્રદર્શન અસ્થિર વગેરે બાબતેમાં પ્રશ્ન અને ઉત્તર ઉદ્દેશકના સંક્ષિપ્ત વિષય નિરૂપણની સમાપ્તિ.
આઠમાં ઉદ્દેશકનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નવમાં ઉદ્દેશકનું નિરૂપણ કરે છે. આઠમા અને નવમા ઉદ્દેશકને પરસ્પર સંબંધ આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
_99