SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે પહેલાં જેવી રીતે દેશની અપેક્ષાએ ઉત્પાદ વગેરેનાં આઠ દંડક કહેવામાં આવ્યા છે, એવી જ રીતે અર્ધની અપેક્ષાએ પણ ઉત્પાદ વગેરેનાં આઠ દંડકો કહેવાં જોઈએ. “નવરં? પણ તેમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. “નહિં તેણેf f gવવજ્ઞ, તéિ i Jદ્ધ કાવન, તિ માળિયવં” જ્યાં “એકદેશથી એકદેશને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે? ” એવું કથન આવે છે ત્યાં “શું અર્ધભાગથી અર્ધભાગને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે?” એવું કથન કરવું જોઈએ. તાત્પર્ય એ છે કે દેશ સંબંધી અને અદ્ધ સંબંધી જે બે પ્રશ્નો છે તેમાં એટલે જ ભેદ છે કે જ્યાં “દેશથી દેશને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે?” એવું કહ્યું છે ત્યાં “શું અર્ધભાગથી અર્ધભાગને આશ્રય લઈને ઉત્પન્ન થાય છે? ” એટલે ફેરફાર કર જોઈએ. “ચં ” એ બનેમાં એજ વિશેષતા છે. એટલે કે “દેશ” ની જગ્યાએ અર્ધ” પદને પ્રયોગ કરીને સૂત્ર બનાવવા જોઈએ. “ સવે વિ સોઢા સંહા માચિત્રા” આ રીતે તે બને મળીને કુલ ૧૬ દંડક થાય છે. એટલે કે જેમ ઉત્પાદમાં દેશસંબંધી ચાર દંડક અને આહારમાં દેશ સંબંધી ચાર દંડક થાય છે તેમ ઉત્પાદમાં અર્ધસંબંધી ચાર દંડક અને આહારમાં અર્ધસંબંધી ચાર દંડક આ રીતે દેશ સંબંધી ૮ દંડક અને અર્ધસંબંધી ૮ દંડક મળીને કુલ ૧૬ દંડક થાય છે, અદ્ધના અને સર્વના આઠ દંડક નીચે પ્રમાણે છે. તેમાનું પ્રથમ દંડક પ્રશ્નસૂત્ર તે મૂળસૂત્રમાં જ કહી દીધું છે. પણ જે ઉત્તરસૂત્ર છે તે આ પ્રમાણે છે.–“ નો વળ ચઢ ઉવવા, નો માં સર્વ વવવ , Rો સવૅળે બધું ઉઘવજ્ઞ, સર્વેનું સવૅ વવવનરૂહે ગૌતમ નૈરયિકોમાં ઉત્પન થનારે નારક જીવ પિતાના અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. વળી તે પિતાના અર્ધભાગથી સર્વભાગને આશ્રિત કરીને પણ ઉત્પન્ન થતો નથી, તેમજ તે પિતાના સર્વભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતું નથી. પણ તે પિતાના સર્વ ભાગથી સર્વભાગને આશ્રિત કરીને જ ઉત્પન્ન થાય છે. નરકમાં ઉત્પન્ન થયેલા નારક જીવને આહારની આવશ્યકતા રહે છે-તેથી ગૌતમસ્વામી મહાવીર પ્રભુને આહાર સંબંધી પ્રશ્નો પૂછે છે "नेरइए णं भंते ! नेरइरसु उबवज्जमाणे अद्धेणं अद्ध आहारेइ, अद्धणं सव्वं आहारेइ, સળં બદ્ધ બાફ, સળં સવૅ બારણ?હે ભગવન્! નારકમાં ઉત્પન્ન થયેલ નારક જીવ શું પિતાના અર્ધાભાગથી આહારને વેગ્ય દ્રવ્યના અર્ધા ભાગને આહાર કરે છે કે પિતાના અર્ધાભાગથી આહારને ગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર કરે છે? કે પોતાના સર્વભાગથી અર્ધાભાગને આહાર ગ્રહણ કરે છે? કે પિતાના સર્વભાગોથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વભાગોને આહાર લે છે? ઉત્તર-“જોય ! નો ન હૂં મારૂ, નો બાળ સન્ન મારે, તi અજૂગારૂ સદગં ગા” હે ગૌતમ! તેનારક જીવ પોતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરતું નથી, તેમજ તે પોતાના અર્ધભાગથી આહારને એગ્ય દ્રવ્યના સર્વભાગને પણ આહાર કરતું નથી. પણ તે પોતાના સર્વદેશથી આહારને યોગ્ય દ્રવ્યના અર્ધભાગને આહાર કરે છે તથા પોતાના સર્વદેશથી આહારને યોગ્ય દ્રવ્યના સર્વભાગને આહાર પણ કરે છે. શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy