________________
પિતાના સજાતીય વાયુકાયિકને જ શ્વાસાદિ રૂપે ગ્રહણ કરે છે? આ પ્રકારના ગૌતમ સ્વામીના પ્રશ્નને મહાવીર પ્રભુ આ પ્રમાણે જવાબ આપે છે “gat જોયા” હા, ગૌતમ ! “વારૂણ નાવ નીરસ વા વાયુકાયિક જીવે સજાતીય વાયુકાને જ શ્વાસાદિક રૂપે ગ્રહણ કરે છે.
શંકા–જે શ્વાસોચ્છવાસ વગેરે વાયુરૂપ હોય છે તે તે વાયુને પણ બીજા વાયુની આવશ્યક્તા પડશે, અને બીજા વાયુને પણ કેઈ ત્રીજા વાયુની જરૂર પડશે, આ રીતે તે અહીં અનવસ્થા દોષને પ્રસંગ ઉભે થશે. શંકાકારની શંકા એવા પ્રકારની છે કે પૃથિવી વગેરે જીવે પોત પૃથિવી વગેરે રૂપ હોય છે, અને તેમને જે શ્વાસેઙ્ગવાસ હોય છે તે વાયુ રૂપ હોય છે, પણ વાયુકાયિકમાં એવું નથી, વાયુકાયિકે સ્વયં વાયુ રૂપ હોય છે અને તેમને શ્વાસોચ્છુવાસ પણ વાયુ રૂપ જ હોય છે. આ રીતે જે વાયુકાયિક અને જીવવા માટે અન્ય વાયુની જરૂર પડે તે બીજા વાયુકાને પણ વાયુની આવશ્યકતા રહેતી હશે. આ પ્રમાણે માનવામાં આવે તે શ્વાસે છૂવાસરૂપ વાયુને કયાંયે પણ અન્તજ નહીં આવે જે તેને કેઈપણ સ્થાને અન્ત માની લેવામાં આવે તો એમ શા માટે માનવું કે પ્રથમ વાયુકાયિક જીવોને શ્વાસોચ્છવાસની આવશ્યકતાજ હોતી નથી.
સમાધાન–આ પ્રમાણેનું કથન મેગ્ય નથી, કારણ કે કઈ પણ જીવન જીવવા માટે શ્વાસોચ્છવાસની જરૂર પડે જ છે નિર્જીવને પડતી નથી. વાયુકાયિકે પણ જીવ જ હોય છે તેથી તેમને શ્વાસ અને નિ:શ્વાસની આવશ્યકતા પડે છે. પરંતુ શ્વાસોશ્વાસ રૂપ વાયુને તેની આવશ્યક્તા રહેતી નથી કારણ કે તે તે અચિત્ત જીવ રહિત હોય છે. તેથી અહીં અનવસ્થા દષની સંભાવના રહેતી નથી.
શંકા–જે જીવને જ શ્વાસેવાસની જરૂર પડતી હોય તે જે સિદ્ધ પદ ને પામેલાં જીવે છે તેમને પણ તેની આવશ્યક્તા હોવી જ જોઈએ નહીં તે શ્વાસોચ્છવાસના વાયુની જેમ તેમને પણ નિજીવાજ માનવા પડશે ?
સમાધાન-આ જાતની શંકા અસ્થાને છે, કારણ કે અહીં જે વાત ચાલી રહી છે તે સંસારી જીવોની અપેક્ષાઓ ચાલી રહી છે. પૃથિવી, પાણું વગેરે છે સંસારી ગણાય છે. જે સંસારી જ હોય છે તેમને ૪ થી ૬ પર્યારિઓ
શ્રી ભગવતી સૂત્ર : ૨
ઉપર