________________
પહલે ઉદેશા કી અવતરણિકા
પહેલા શતકને પહેલે ઉદ્દેશકનો પ્રારંભ આ બીજા શતકમાં “કમાણ ઘ વ ” ઈત્યાદિ ગાથા વડે કહેલા દસ ઉદ્દેશક છે. તેમાંના પહેલા ઉદ્દેશકમાં-નીચેના વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પૃથિવીકાય વગેરે એકેન્દ્રિય છે શ્વાસ વગેરે લે છે કે નહી ? હા, લે છે તેઓ શ્વાસ વગેરેમાં શું લે છે ? તેઓ વાયુનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પરમાણુઓમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે એવું પ્રતિપાદન, અને પ્રજ્ઞાપના સૂત્રમાંથી તેનું પ્રમાણ. સંક્ષિપ્તમાં નારકેનું વર્ણન. છએ દિશાઓમાં શ્વાસોચ્છવાસ વગણાનું આકર્ષણ થાય છે એવું નિરૂપણ. વાયુકાયિક છે શ્વાસ વગેરે લે છે કે નથી લેતા ? હા, લે છે. વાયુકાયિક જી વાયુકાયમાંથી નીકળીને વાયુકાયિકમાં જ ઉત્પન્ન થાય છે એ વિષે વિચાર વાયુકાય જીનું મરણ કેવી રીતે થાય છે? આઘાતથી તેમનું મરણ થાય છે વાયુકાયિક જીનાં શરીર અને અશરીરનું પ્રતિપાદન. વાયુકાય જીવોને ચાર શરીર હોય છે એવું કથન. સકર્મક મૃતાદી અણુગારના વરૂપનું કથન, પ્રાણ, ભૂત, જીવ સત્વ, વિજ્ઞ અને વેત્તાના સ્વરૂપનું કથન, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારંગત પરંપરાગત વગેરેના સ્વરૂપનું કથન, આર્ય શ્રી સ્જદકનું ચરિત્ર વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથના કંદને પ્રશ્નને લેક સાન્ત (અન સહિત) છે કે અનંત છે? કયા મરણથી મરતો જીવ સંસાર વધારે છે અને કયા મરણથી મરતે જીવ સંસાર ઘટાડે છે ! સ્કંદકના મનમાં સંશય થવાથી તે મૌન રહે છે. શ્રી મહાવીર સ્વામીના આગમનના ખબર સાંભળીને સ્કંદકનું તેમની પાસે ગમન સ્કંદકના મહાવીર પ્રભુને પ્રશ્રને અને પ્રભુના ઉત્તરે, સ્કંદકની અશ્રુત દેવલેકમાં ઉત્પત્તિ અને મહાવિદેહમાંથી મિક્ષગમન, તેનું પ્રતિપાદન.
प्रथमं शतकं प्रोच्य पश्चमाङ्गस्य यत्नतः ।
द्वितीयशतकं तस्य विवृणोमि यथामति ॥ १।! પાંચમાં અંગના પ્રથમ શતકનું શાન્તિપૂર્વક વિવેચન કરી ને હવે હું તેને બીજા શતકનું મારી બુદ્ધિ પ્રમાણે વિવરણ કરૂં છું.
બીજા શતકના ઉદ્દેશકોના સંગ્રહને માટે સૂત્રકારે “કાણ” વગેરે ગાથાઓ કહી છે.
असासखंदए वि य समुग्घाय पुढविदिय अन्नउत्थि भासा य । देवा य चमरचंचा समयखित्तऽस्थिकाय बीयसए ॥ १ ॥ આ ગાથાને અર્થ આ પ્રમાણે છે “વીeg” આ બીજા શતકમાં આ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૪૩