________________
ભવિષ્યતકાળની ક્રિયા સુખદુ:ખ વગેરેની જનક થતી નથી અને તે કરનારને જ સુખદુ:ખ વગેરેની જનક થતી નથી—તે તે વિષે કાઇ તટસ્થ શિષ્ય એવી શકા કરી શકે કે છ દિવસ પહેલાં અથવા તેના કરતાં પણ આગળ અન કરનાર મનુષ્યને અન રૂપ કરાયેલી તે ક્રિયા દુ:ખ જનક થવી જોઈએ નહીં. પરંતુ વ્યવહારમાં તેા એવુ જોવા મળે છે કે પૂર્વે કરવામાં આવેલી તે ક્રિયા વતમાન સમયે દુઃખ જનક થાય છે જ્યારે કાઈ માણુસ પર હત્યારૂપ ક્રિયા કરવાના આરોપ સાબિત થાય છે ત્યારે વર્ષો પહેલાં તેણે કરેલી હત્યાના ફળરૂપે તેને ફાંસી વગેરે દુ:ખજનક ફળ ભાગવવા પડે છે. એજ પ્રમાણે આવેશમાં આવી જઈ ને કાઈની હત્યા કરવા માટે હાથમાં તલવાર લઈને ધસી જતા માણુસને કાઇ પાલિસ પકડી લે તેા તેને એજ સજા લાગવવી પડે છે કે જે હત્યા કરનાર ભાગવે છે. આ દૃષ્ટાંતા વડે એ સિદ્ધ થાય છે કે વતુ. માન સમયે હત્યારૂપ ક્રિયા નહીં કરવા છતાં પણ ભવિષ્યમાં થનારી તે ક્રિયાએ તે ક્રિયા કરવાની ઇચ્છાવાળી વ્યક્તિને વમાન સમયે જ તેનું ફળ દઈ દીધું, તથા જે મનુષ્યે વર્તીમાન સમયે કાઇની હત્યા કરી હાય છે તે મનુષ્યને વમાન સમયે જ તેનું ફળ ભેળવવું પડે છે એવું પણ જોવામાં આવતુ' નથી. સામાન્ય રીતે, ક્રિયાનું ફળ તેને ભવિષ્યમાં જ મળે છે તેથી એ વાત કેવી રીતે માની શકાય કે વર્તમાનકાળની ક્રિયા જ સુખદુઃખાદિ રૂપ ફળ દે છે, ભૂત અને ભવિષ્યકાળની ક્રિયા નહીં.
સમાધાન—સિદ્ધાંતની એ માન્યતા છે કે પ્રત્યેક કમ પેાતાની અખાધા સ્થિતિ પછી જ ફળ આપે છે. શુભાશુભ કર્મોના અધ મન, વચન અને કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિ પર આધાર રાખે છે. કાય સ ંબધી ક્રિયા જીવેા મારક્ત જેવી કરાશે તે પ્રમાણે કમના ખધ બંધાશે, અંધ અંધાયા પછી તે કમ એજ સમયે ઉદયમાં આવે છે એવેા નિયમ નથી. અખાક્ષાકાળ વ્યતીત થયા પછી કમ ઉદયમાં આવશે જ. તેથી જે જીવે ભૂતાકાળમાં હિંસા વગેરે ક્રિયા કરી છે, તે જીવનું તે ક્રિયા કરતી વખતે જેવું આત્મ પરિણામ રહ્યું તે પ્રમાણે તેને કર્મીના બધ પડયો અને તેણે ઉદયમાં આવતાં સુખ દુઃખાદિ રૂપ ફળ દીધું. આ રીતે કમ'ની ઉદયમાં આવવા રૂપ જે ક્રિયા છે તેનાથી જ જીવને સુખદુઃખાદિ રૂપ ફળ મળે છે. કમનું ઉદ્દયમાં આવવુ એજ વર્તમાનકાળની ક્રિયા છે. આ કથન વડે એ વાત સ્પષ્ટ જણાય છે કે જીવે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૩૩