________________
ખ્યાન પિરસી વગેરેના નિયમનરૂપ છે અને અમારા મત અનુસાર આત્મા જ પિરસી વગેરેના નિયમનરૂપ પ્રત્યાખ્યાનનું પ્રયજન છે. એટલે કે તે પ્રત્યાખ્યાનનું પ્રજન એ છે કે તેના પ્રભાવથી આત્માની સાથે કર્મોના અગમરૂપ જે આશ્રવઠારે છે તે બંધ થઈ જાય છે. અમારા મત પ્રમાણે આત્માજ સંયમ છે, પૃથ્વીકાય, અષ્કાય વગેરે ની રક્ષા કરવારૂપ અથવા પાપથી દૂર રહેવા રૂપ સંયમ હોય છે. જે સંયમને પૃથ્વીકાય વગેરે ની રક્ષા કરવારૂપ, અથવા પાપથી વિરામ પામવારૂપ માનવામાં આવે છે તે કિયાને કર્તા આત્મા જ ગણાય છે. તે કારણે ક્રિયા અને ક્રિયાવાન (કર્તા) માં અભેદની અપેક્ષાએ આત્માને જ સંયમરૂપ માન્ય છે. તથા આત્મા જ સંયમનું પ્રયોજન છે એટલે કે આત્માનો સ્વભાવ પૃથ્વીકાય વગેરે છ કાયના જીની વિરાધના કરવાને અથવા પાપિમાં પ્રવૃત્તિ કરવાનું નથી એટલે કે આત્મા સંયમરૂપ છે. આ રીતે આત્માનો પિતાને સ્વભાવ જ સંવરરૂપ છે તેથી આત્મા પોતે જ સંયમરૂપ ગણી શકાય અને તે સંયમનું પ્રયોજન પૃથ્વીકાય વગેરે છ કાયના જીની રક્ષા કરવી અને પાપથી વિરક્ત થવું એ ગણે શકાય તેથી આવા પ્રકારનું પ્રજન આત્માથી જુદું નથી, કારણ કે આત્મા પોતે સંયમરૂપ છે. તેથી આત્માને સંયમના પ્રયજનરૂપ દર્શાવ્યો છે. સંયમનું પ્રયોજન ૧૭ સત્તર પ્રકારનું કહ્યું છે. આત્મા જ અમારી માન્યતા પ્રમાણે સંવર છે. ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિએને રેકવી તેનું નામ સંવર છે. જ્યારે આત્મા સંયમથી યુક્ત બને છે ત્યારે આપોઆપ ઈન્દ્રિય અને મનની ચંચળ પ્રવૃત્તિ બંધ પડી જાય છે. તેથી સંવર એ આત્માને જ ગુણ છે-બીજા કોઈને નથી. તેથી ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ અહીં આત્માને સંવરરૂપ કહ્યો છે. આત્માની અંદર ચાલતી આસ્રવની પ્રવૃત્તિઓને નિરોધ કરવાનું પ્રયોજન તે સંવર છે. તેથી તેવી આસ્ત્રની પ્રવૃત્તિઓને નિરોધ કરવારૂપ પ્રજન આત્મામાં જ રહેલું હોય છે. તેથી આધાર આધેય ભાવમાં અભેદપણું માનીને આત્માને જ સંવરના ફલરૂપ પ્રકટ કર્યો છે. સંવરરૂપ આત્મા નવા કર્મબંધથી રહિત થઈ જાય છે,
એટલે કે તેમાં નવાં કર્મોને આશ્રવ થતો નથી. એનું નામ જ શુભાશુભ પ્રવૃત્તિને નિરાધ છે, અને એ જ સંવરનું પ્રયોજન છે, જ્ઞાન વિવેકયુક્ત હોય છે. અમારા મત પ્રમાણે આત્મા જ વિવેકરૂપ છે. એટલે કે આત્મા પોતે જ વિશિષ્ટ જ્ઞાનરૂપ છે, કારણ કે આત્માનું રવરૂપ જ જ્ઞાનમય છે. તે જ્ઞાનનું પ્રજન એટલું જ છે કે તેની મારફત હેય અને ઉપાદેય વસ્તુને બંધ થાય છે અને તે જ્ઞાનવડે આત્માને હેય અને ઉપાદેયની સમજણ પડે છે. વિવેકનું જે પ્રયેાજન છે તે આત્મારૂપ જ છે, કારણ કે જે આત્મા જ વિવેકરૂપ હોય તે વિવેકનું પ્રયોજન પણ આત્મારૂપ જ હોય છે આ કથનવડે ફલરૂપ પ્રજનને વિવેકથી અભિન્ન માનીને વિવેકરૂપ આત્માને વિવેકના પ્રજનરૂપ માને છે. શરીર ઉપરથી મમત્વનો ત્યાગ કરે તેનું નામ વ્યુત્સર્ગ છે, આત્મા જ કાયાના મમત્વના ત્યાગરૂપ વ્યુત્સર્ગને અર્થ છેએટલે કે વિષયમાં આસક્તિ ન રાખવી એવે પ્રોજનરૂપ છે. ટીકાકાર આ સમસ્ત વિષયને “તથા”િ પદ કહીને સ્પષ્ટ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૯૮