________________
પ્રમાણ ઓછું કે વધારે ન હતું પણ પૂરા સાત હાથની તેમની ઊંચાઈ હતી, એ વાત “ સંતોત્તે’ પદ દ્વારા બતાવી છે. નિશ્ચિત પરિમાણ યુક્ત હતા એટલું જ નહીં પણ તેમનામાં હીન લક્ષણે પણ ન હતાં, તે વાત “સમચતુરઅસંસ્થાન” પદ દ્વારા પ્રગટ થાય છે. જે સંસ્થાન (આકાર) ચારે કેર સમાન વિભાગવાળા હોય છે તેને સમચતુરસ સંસ્થાન કહે છે. માન અને ઉન્માન (લંબાઈ અને પહોળાઈ) પ્રમાણમાં ન્યૂનતા કે અધિકતા ન હોવાથી, અંગ અને ઉપાંગેની અવિકલતા હોવાથી, તથા ઉપર અને નીચે તુલ્યતા હોવાથી તે સંસ્થાન સમ હોય છે, અને અવિકલ અવયવ હોવાને લીધે ચતુરસ હોય છે. પિતાના અંગુલના માપની અપેક્ષાએ એકસેઆ ઠ૧૦૮ અંગુલ પ્રમાણ ઊંચા અંગ અને ઉપાંગોથી યુક્ત તે એક પ્રકારનો આકાર હોય છે. અથવા યુક્તિનિમિત લેક(ચિત્ર)ના જેવું જે સંસ્થાન હોય છે તે સંસ્થાનને સમચતુરસ સંસ્થાને કહે છે. ઇન્દ્રભૂતિ અણગાર તે સંસ્થાનથી યુકત હતા. આવા સંસ્થાનથી યુક્ત હતા એટલું જ નહી પણ તેઓ હીન સંહનન વાળા પણ ન હતા. એ બતાવવા માટે “વજીનષભનારાચ સંહનન” પદ મૂકયું છે. વજી, રાષભ અને નારાચ એ ત્રણે પદેને અર્થ આ પ્રમાણે છે– વા એટલે ખીલી, ઝાષભ એટલે પટ્ટી, અને નારાચ એટલે મર્કટબંધ. સંહનન એટલે હાડકાઓનું ખાસ પ્રકારનું બંધન. જે સંવનનમાં વજ, અષભ અને નારાચ હોય છે તે સંહનાને વાત્રાષભનારા સંહનન કહે છે. ઇન્દ્રભૂતિ અણુગાર એ પ્રકારના ઉત્કૃષ્ટ સંહનન વાળા હતા. હીન સંહનન વાળા ન હતા. તેઓ આવાં ઉત્કૃષ્ટ સંવનન વાળા હતા એટલું જ નહીં પણ સુંદર વર્ણ વાળા હતા–નિવર્ણ વાળા ન હતા એ બતાવવાને માટે “જપુનિઘHપm?” પદ મૂકયું છે. તેનો અર્થ આ પ્રમાણે થાય છે?—
કનક એટલે સુવર્ણ. પુલક એટલે લેશ. અને નિઘસ એટલે કસોટી પથ્થર પર ખેંચેલી રેખા. પુલક વિશેષ શુદ્ધ હોય છે. તેથી જ્યારે કસોટી પથ્થર પર તેને કસ કાઢવામાં આવે છે ત્યારે તેની રેખા ઘણી જ ચકચક્તિ હોય છે. પલકની કોટી પર દેરેલી રેખા સાથે ઉપમા આપી શકાય તેવા પદ્યના કિજક-પરાગ સમાન ગૌરવર્ણ વાળા ઇન્દ્રભૂતિ અણુગાર હતા, એમ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૫૦