________________
સંતા) પ્રભુના અને કપલ પ્રદેશ પુષ્ટ અને માંસલ હતા. (શાળા૦િ ) પ્રભુની બને ભ્રમરે નમાવેલા ધનુષ્યના જેવી સુંદર હતી, અને કાળાં વાદળની પંકિતના જેવી તન-પાતળી, શ્યામ અને સ્નિગ્ધ હતી. (સવા) પ્રભુની અને આંખે વિકસિત સફેદ કમળના જેવી હતી. (જો વિચ૦) પ્રભુની બને આખે કમળના જેવી વિકસિત અને શ્વેત હતી. (પત્રાવ) પ્રભુનું નાક ગરુડની ચાંચ જેવું દીર્ઘ, સરળ અને ઉન્નત હતું. (કવિ. ) પ્રભુને અધરેષ્ઠ સુસંસ્કૃત વિદ્રમના જે તથા બિસ્મફળના જે લાલ હતો. (પહુપતિ રુત્યાર) પ્રભુની દંતપંક્તિ શ્વેત ચન્દ્રખંડના જેવી નિર્મળ, અતિ સ્વચ્છ શંખ, ગોક્ષીર-ગાયનું દૂધ, પાણીનાં ફીણ, શ્વત પુષ્પ, જલકણ અને મૃણાલિકા જેવી સફેદ હતી. (અવંતે ફૂલ્યાણ) પ્રભુના દાંત અખંડ હતા–એટલે કે જેટલા દાંત દંતપંક્તિઓમાં હોવા જોઈએ એટલા જ હતા. વધારે પણ ન હતા અને ઓછા પણ ન હતા. તે દાંત અસ્ફટિત હતા–તેમાં એક પણ દાંત તૂટેલે ન હતું, અવિરલ હતા– દૂર દૂર ન હતા. સુસ્નિગ્ધ મજબૂત અને સુજાત હતા. એક દાંતની શ્રેણીના જેવા અનેક દાંત હતા. (દુતવત્યાદ્રિ) પ્રભુનું તાળવું અને જીભ અગ્નિમાં તપાવીને લાલ કરેલ, વળી પાણી દ્વારા છેવામાં આવેલ, માટે અગ્નિમાં તપાવેલ સુવર્ણના સમાન અત્યંત રકત વર્ણના હતા. (લવચિરૂરિ) પ્રભુની મિશ્ર–દાઢીમૂંછ અવર્તનશીલ અને સુવિભકત હતી. બે ભાગમાં સારી રીતે વિભક્ત થયેલી હતી, તથા શોભાયુક્ત હતી બેડેળ ન હતી. (મંઢ૦) પ્રભુની હડપચી (દાઢીને ભાગ) માંસલ અને પુષ્ટ હતી, સુંદર આકારની, પ્રશસ્ત-અતિરમણીય તથા
વ્યાઘની હડપચી (દાઢ) સમાન દીર્ઘ હતી. (૨૩જુ ત્યાર) ભગવાનની ડેક તેમના પિતાના ચાર આંગળ પ્રમાણ પહોળી હતી, તથા ઉન્નત હોવાથી અને ત્રિવતિથી યુકત હોવાને કારણે ઉત્તમ શંખની રેખા જેવી શોભતી હતી. (વરમણિરૂરિ) પ્રભુના બને અંધ શ્રેષ્ઠ મહિષ–પાડા, વરાહ-સૂવર,સિહ, શાર્દૂલ, વૃષભ અને ઉત્તમ હાથીના સ્કંધ જેવા પ્રતિપૂર્ણપ્રમાણયુક્ત, અને વિપુલ-સામુદ્રિકશાસ્ત્રોક્ત લક્ષણોથી યુક્ત હતા. (griનિમાહિ) પ્રભુની બને ભુજાઓ ગાડીના યુગના જેવી લાંબી, પુષ્ટ, અને મનહર હતી અને તેની બને કેણીઓને નીચેનો ભાગ ઘણોજ મજબૂત હતો. તેમને આકાર ઘણું જ સુંદર હતો અને તે સુશ્લિષ્ટ, વિશિષ્ટ, સઘન અને દઢ હતા. તેનાં સંધિસ્થાને સ્નાયુઓ દ્વારા ઘણું સારી રીતે બાંધેલાં હતાં અને નગરના શ્રેષ્ઠ આગળિયાના જેવા તે વર્તુળાકાર હતા. (મુનસર
હ્યારિ ) પ્રભુના બન્ને બાહુ કંઈક લેવાને માટે દંડની જેમ ફેલાવેલ ભુજગેશ્વરના વિશાલ (લાંબા) શરીરના સમાન લાંબા હતા. ( રાત સુચારિ ) પ્રભુની બને હથેલી રક્ત વર્ણની હતી, ઘણી મજબૂત હતી. એટલે કે પૃષ્ઠ ભાગમાં ઉન્નત હતી, કામી હતી અને માંસલ હતી. સુજાત-સુંદર હતી, શુભ ચિહ્નોથી યુકત અને છિદ્રજાળથી રહિત હતી. (ઉવોમવરૂદ્યારિ) પ્રભુના હાથની આંગળીઓ પુષ્ટ, કમળ અને ઘણી જ ઉત્તમ હતી. (કાવત) રૂઢિ) પ્રભુના નખ આતામ્રતામ્ર-તાંબાની જેમ આછા લાલ રંગના હતા. તલિન –પાતળા, શુચિ-શુદ્ધ, રુચિર-મનેશ, અને સ્નિગ્ધ-મુલાયમ હતા. પ્રભુના હાથમાં ચન્દ્રકારની, શંખની, ચકની, અને દક્ષિણાવર્તક સ્વસ્તિકની રેખાઓ હતી. (ચંદ્રકૂટ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૪૫