________________
શબ્દનો અર્થ સમજાવવામાં આવે છે. પરસેવે સૂકાઈ જતાં શરીર પર જે મેલ જામે છે તેને જવું કહે છે. શરીરને ચાળવાથી તેના ઉપરથી જે કાળા કાળા મેલના થર નીકળે છે તેને “જલ્લ” કહે છે. જે રજ શરીર પર એવી ચાટી જાય છે કે તેને ઘણું મુશ્કેલીથી દૂર કરી શકાય છે, અને જે શરીર પર જામીને કઠણ થઈ જાય છે એવા મેલને ‘મદ્યુ” કહે છે. શરીર પર જે નકામા તલ, મસા આદિ નીકળે છે તેમને “કલંક” કહે છે, સાધારણ પરસેવાને સ્વેદ કહે છે. સાધારણ ધૂળને રજ કહે છે. તે બધાને કારણે શરીરમાં જે મલીનતા આવે છે તેને દેષ કહે છે. પ્રભુનું શરીર એ જલ્લ, મલ્લુ આદિ સઘળા દેથી રહિત હોય છે. તેથી તેમનું શરીર નિર્મળ રહે છે. પ્રભુના અંગો અને ઉપાંગ અનુપમ કાતિને લીધે સદા ચળક્યા કરે છે. પ્રભુનું મસ્તક ઘણું જ પુષ્ટ હતું. તેમાં મસ્તક સંબંધી જેટલાં શુભ લક્ષણો હોય છે તે સઘળાં મેજૂદ હતાં. તે મસ્તક ઉન્નત ફૂટ (શિખર)ના આકારનું હતું. નિર્માણ નામકર્મ દ્વારા બહુ જ સંભાળ પૂર્વક તેનું નિર્માણ (રચના) થયું હતું. પ્રભુના મસ્તકનાં કેશ શ૯મલિ વૃક્ષના ફળના ખંડ સમાન અતિ કોમળ હતાં. નીચેને શિરે ભાગ તે કઠણ હતે. પણ ઉપર ઉગેલાં કેશ શાલમલિ વૃક્ષના ફળની અંદર રહેલા રેસા જેવાં કમળ હતાં. શામલિ વૃક્ષનાં ફળ તે કઠણ હોય છે. પણ તેમની અંદર રહેલા રેસા નરમ અને કમળ હોય છે. તેથી મસ્તકને શાલમલિવૃક્ષના ફળ સાથે અને કેશને તે ફળની અંદરના રેસા સાથે સરખાવવામાં આવેલ છે. પ્રભુના એ સમસ્ત કેશ ઘણાં જ નિર્મળ હતાં, પ્રશસ્ત–ઉત્તમ હતાં, સૂમ-ઘણાં જ બારીક હતાં, સારાં લક્ષણવાળાં હતાં, સુંદર સુગંધથી યુકત હતાં, સુન્દર મનહર હતાં, તથા તે કેશ ભુજ મેચકવતુ-એક પ્રકારના નીલરત્ન સમાન, ભંગ સમાન, નીલી ગુટિકાની જેમ, કાજળ સમાન, અને ઉલ્લાસયુક્ત ભ્રમરસમૂહની સમાન કાળાં હતાં. તથા તે કેશ છૂટા છવાયાં ન હતાં. પણ ઘન હતાં, અને કુંચિત–વકીભૂત એટલે કે કુંડળની જેમ વાંકડીયાં હતાં, અને પ્રદક્ષિણાવર્ત હતાં.
શ્રી મહાવીર સ્વામીના કેશોત્પત્તિ સ્થાનનું વર્ણન આ પ્રમાણે છે.(વાસ્ટિમgro ) ભગવાનનાં કેશનું ઉગમસ્થાન દાડમનાં ફૂલનાં જેવું રક્ત વર્ણનું, અગ્નિમાં તપાવેલા સુવર્ણના વર્ણ જેવું નિર્મળ અને અત્યંત મુલાયમ હતું. (છત્તીસાહિ) એજ પૂર્વોક્ત વિશેષણોને સૂત્રકાર બીજી રીતે કહે છે ભગવાનને મસ્તકપ્રદેશ વર્તુળાકાર અને ઉન્નત હોવાને લીધે છત્રના આકારને લાગતું હતું. (નિદાનરૂત્યાદ્રિ) ભગવાનનું લલાટ ત્રણ વિનાનું, વિષમતા વિનાનું અને “ઢષ્ટ' સુંદર હતું. તે પૃષ્ટ-શુદ્ધ અને આઠમના ચન્દ્રમંડળ જેવું હતું. (હુવલ્યારિ) ભગવાનનું મુખ શરદપુનમના ચન્દ્રના જેવું તેજસ્વી હતું, એટલે કે જેમ શરદપુનમને ચન્દ્ર પ્રભાસમૂહથી ભરેલું હોય છે તેમ પ્રભુનું મુખ પણ પ્રભાસમૂહથી ભરેલું હતું, અને સૌમ્યસુંદર હતું. જેવી રીતે શરદઋતુને ચન્દ્ર પૂર્ણ પ્રભાથી વ્યાપ્ત રહે છે અને ઘણે સુંદર લાગે છે એ જ પ્રમાણે પ્રભુનું મુખ પણ સુંદર લાગતું હતું. (ઘણીળ૦) પ્રભુના બને કાન સપ્રમાણ હોવાથી પ્રભુને શેભનકર્ણ વાળા કહેલ છે. (પ
શ્રી ભગવતી સૂત્ર: ૧
४४