________________
નિર્વાણુ સાધક યોગને સાધવાને કારણે, તથા સર્વ જીવો પ્રત્યે સમતા રાખવાને કારણે તેમને ભાવસાધુ કહે છે. સર્વસાધુ પદ દ્વારા સમસ્ત સાધુઓ સમજવાના છે. “સર્વ અને સાધુ મળીને કર્મધારય સમાસ રૂપ “સર્વસાધુ” પદ બન્યું છે. અહીં જે સાધુનું વિશેષણ સર્વ મૂકયું છે, તેના દ્વારા સામાયિક આદિ પ્રભેદવાળા, તથા પુલાક આદિક, જિનકલ્પિક, પ્રતિમાકલ્પિક, યથાલન્દ, પરિહારવિશુદ્ધિકલ્પિક, વિરકલ્પિક, સ્થિતકલ્પિક, અસ્થિતકલ્પિક, કલ્પાતીત ભેટવાળા સાધુઓ પણ ગ્રહણ કરેલ છે. તથા પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધ, અને બુદ્ધાધિત ભેટવાળા, તથા ભરત આદિ ક્ષેત્રોમાં રહેનારા તથા સુષમદુષમકાલવતી સઘળા સાધુઓને સમાવેશ થયેલે સમજ વાને છે. આ સર્વપદના પ્રભાવે સમસ્ત સર્વજ્ઞમતાનુયાયી સાધુઓમાં સમાનરૂપથી નમસ્કાર માટેની પાત્રતા માનવામાં આવેલ છે. એટલે કે તેઓ નમસ્કાર કરવાને
ગ્ય છે-અન્ય સાધુઓ નથી. આ “સર્વ શબ્દને પ્રવેગ અરિહંત આદિમાં પણ કરવો જોઈએ. નહીં તે સમસ્ત અહંત ભગવાનને અનમસ્કારથી ન્યૂનતા દેષ લાગશે.
હવે સૂત્રકાર એ વાત બતાવે છે કે “સર્વસાધુ પદમાં “સાર્વસાધુ” પદને સમાવેશ થયેલે માનવો જોઈએ, એમ કરવાથી બૌદ્ધ આદિ મતાનુયાયી સાધુઓની વાતનું નિરાકરણ થઈ જશે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે – જેઓ સર્વજીને માટે હિતાવહ હોય – તેમને આત્મકલ્યાણ રૂપ ઈષ્ટની પ્રાપ્તિ કરાવ. નાર હાય- તેમને “સાર્વ” કહે છે. એવા સમસ્ત જીવોના હિતસાધક જે સાધુઓ હોય તેમને “સાર્વસાધુ કહે છે. સર્વજ્ઞમતાનુયાયી સાધુઓ જ સમસ્ત જેનું હિત કરનાર હોય છે. અથવા–“સાર્વસ્વ વધવઃ ” – પાર્વતી – ના” પરથી
સમસ્ત જી પ્રત્યે સમાનતા રાખવાની જિનેન્દ્રદેવની આજ્ઞાનું પાલન કરનારા સાધુ” એ અર્થ ગ્રહણ કરે જોઈએ. એવા સાધુને સાર્વસાધુ કહે છે. આ કથનથી એ વાતનું નિરાકરણ થઈ જાય છે કે અન્યમતાનુયાયી સાધુઓ “સાર્વસાધુ નથી. અથવા– સાવ – અહંત પ્રભુને તેમની આજ્ઞા આદિના પાલન દ્વારા જેઓ સાધે છે તેઓ સાર્વસાધુ છે. અથવા – શ્રવ્ય – શ્રવણ કરવા યોગ્ય પ્રવચનમાં જેઓ નિપુણ છે તેઓ શ્રવ્યસાધુ છે. અથવા મેક્ષાનુકૂળ પ્રવચનના ઉપદેશક શ્રવ્યસાધુ છે. કુત્સિત પ્રવચનથી પિતાની જાતને અલગ રાખીને તે સાધઓ સંસારરૂપ કીચડમાં ફસાયેલા જીવને મોક્ષમાર્ગને ઉપદેશ દઈને તેમને ઉદ્ધાર કરવામાં તેઓ સર્વ રીતે સદા સમર્થ હોય છે, અને એ રીતે તેઓ લેકે પર ઘણે જ ઉપકાર કરતા હોય છે, તેથી ભવ્યજને તેમને નમસ્કારને યોગ્ય માને છે. કહ્યું પણ છે–
"असहाए सहायतं, करेंति मे संजमं करेंतस्स ।
vi વાળ, માનિ સવા શા” સંયમનું પાલન કરનારા અને અસહાય હાલતમાં તે સાધુજને સહાય કરે છે. તે કારણે હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.
શ્રી ભગવતી સૂત્ર : ૧