________________
તે તેના પ્રવેશ કરવાવાળાની મરજી મુજબ થાય છે. માટે જે પ્રયતા નિર્દોષ છે તે એને કહેવાને અર્થ નિર્દોષ માનવામાં આવે. અને જે પ્રયતા સદેષ છે તે તેને કહેવાને અર્થ પણ સદેષ જ માનવામાં આવે, તો જે એમજ છે તે પછી અહીં ભગવતીસૂત્રના પ્રત્યેક અક્ષરને કલ્પવૃક્ષના પુષ્પ સમાન એક રસ કેવી રીતે કહેવામાં આવ્યું છે, તે એને ઉત્તર એ છે કે તે શ્રી તિર્થંકર ભગવાન દ્વારા પ્રતિપાદિત હોવાની અપેક્ષાએ બતાવવામાં આવ્યાં છે. એમ તે પદાર્થને પરિણામિનિત્ય માને છે. એકરસ કહેવાનો આશય એ છે કે એના અર્થમાં કઈ પણ કાળમાં અન્યથાપણું થવાની આશંકા હતી જ નથી. પ્રમાણુથી અબાધિત અર્થનેજ એ પ્રતિપાદન કરે છે. પરપા
અન્વયાર્થ–(ગર કથત ) આ ભગવતીસૂત્રના અર્થ ચિન્તવન કરનારને, તથા (નત્ત) છુ ભણનારને ત્યા ભણાવનારને ત્થા સાંભળનાર માનવીને (ારું ચાત) જે ફળ મળે છે ( [ ) તેજ ફલ ( તવા વિજ્ઞાન માનવાનાં પ્રજ્ઞા) તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારને પણ મળે છે.
વિશેષાર્થ–આ સૂત્રને એ મહિમા છે કે જે માનવ એનું અર્થ ચિન્તવન કરતે જે ફળ મેળવે છે તેજ ફળ તેનું અધ્યયન કરનાર અથવા તેને શ્રદ્ધાપૂર્વક એકાગ્રચિત્તે સાંભળનાર માનવને પણ એજ ફળ પ્રાપ્ત થાય છે. અહીં કોઈને એવી આશંકા ઉત્પન્ન થાય કે “મૃત”—જેવા શબ્દના અર્થ ચિન્તવન કરનાર પુરુષ–અથવા તેની (અમૃતની) પ્રશંસા વાંચતો અથવા ભણત પુરુષ તથા તેને સાંભળતે પુરુષ અમૃતરૂ૫ રસ-ફળથી તૃપ્તિ મેળવી શક્યું હોય એમ દેખી શકાતું નથી તે આપ આ વિષે એમ કેમ કહી શકે ? તે તેને જવાબ એ છે કે આ ભગવતીસૂત્રને મહિમા અકળિત અને અકથ્ય છે. આંબલી-લીંબુ વગેરે પદાર્થોની ઉપર ફક્ત દૃષ્ટિ પડવાથી જ મેંમાં પાણી છૂટે છે તે આ બાબત વિષે તર્કવિતર્કની જરૂર કેમ હોઈ શકે ? કેમકે દરેકે દરેક પદાર્થના જુદા જુદા સ્વભાવ હોય છે; ભગવતીસૂત્રના અર્થ ચિન્તવન કરતી વેળાએ માનવીની માન. સિક વૃત્તિઓ અન્ય વિચારમાંથી શુભ વિચારમાં પરેવાય છે, જેથી પુણ્ય પ્રકતિઓમાં અનુભાગ અને સ્થિતિ અધિક પડે છે. અને પાપપ્રકૃતિઓના રસમાં મંદતા આવી જાય છે. તેમ તેમ તન્મય બનીને જે એનું પઠન પાઠન કરે છે અથવા
શ્રી ભગવતી સૂત્ર : ૧
१४