________________
ભૂતકાળમાં, શાશ્વત વર્તમાનકાળમાં અને અનંત તથા શાશ્વત ભવિષ્યકાળમાં જે કોઈ અંતકર, અંતિમ શરીરધારી ચરમશરીરી સિદ્ધગતિ પામ્યા છે બુદ્ધ થયા છે, મુક્ત થયા છે, પરિનિવૃત થયા છે અને સમસ્ત દુઃખના અંતર્તા થયા છે, વર્તમાનકાળમાં પણ તે પ્રમાણે જ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ તે પ્રમાણે જ કરવાના છે, તેઓ શું ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનારા અહંત. જિન અને કેવળી થઈને પછી સિદ્ધ. બુધ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુઃખને અંત કરનાર થયા છે, થાય છે અને થશે? “સિરિશંકુ” પછી જે “ચાવત્ ” પદ આવ્યું છે તેની મારફત “શિક્ષત્તિ સિકિાવંતિ” ઇત્યાદિ પાઠને ગ્રહણ કરે જોઈએ. આ પ્રશનને જવાબ મહાવીરસ્વામી આ પ્રમાણે આપે છે– (દંતા જોયા! અતીત અનંત તાર નાર દંતં શિરણંતિ વા) હા, ગૌતમ ! અનંત અને શાશ્વત એવા ભૂતકાળથી શરૂ કરીને “અંત કરશે” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરવો.
“મૂળ” થી શરૂ કરીને સૂત્રની સમાપ્તિ સુધી ત્રણે કાળનો સંબંધ લગાડીને એવું બેલિવું જોઈએ કે હે ગૌતમ ! અનંત અને શાશ્વત એવા ભૂતકાળમાં તે ચરમશરીરધારી કેવલી ભગવંતોએ સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે, શાશ્વત વર્તમાનકાળમાં તે ચરમશરીરધારી કેવલી ભગવંતે મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તથા અનંત શાશ્વત ભવિષ્યકાળમાં ચરમશરીરધારી કેવળ જ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરીને સમસ્ત દુરને નાશ કરશે.
(से नूण भंते ! उप्पण्णनाणदंसणधरे अरहा जिणे केवली “अलमत्थु" त्ति વાદ્ધ વિચા?)હવે પૂર્ણજ્ઞાનના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભો! શું એવું કહી શકાય ખરું કે જેમને કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં છે એવા અહંત જિન તથા ભગવંતોને બીજું કઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી ? એટલે કે તેઓ પૂર્ણ જ્ઞાની છે એમ કહી શકાય ખરું?
ઉત્તર(હંતા નોચમા ! agoળનાળા રે જહા નિળે દેવી “ગઢમથુત્તિ વત્તવું રિચા)હા, ગૌતમ ! જેમને કેવળજ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થયાં છે એવા કેવળજ્ઞાન કેવળદર્શનધારી અર્વત જિન “ઢાછુ ”ત્તિ “અઢતુ પૂર્ણજ્ઞાની છે. એવું કહી શકાય છે કારણ કે તેનાથી આગળ જ્ઞાનની પરાકાષ્ઠા (ઉત્કૃષ્ટતા) કઈ છેજ નહિ. એજ જ્ઞાનદર્શનની પરાકાષ્ઠા છે કે જે અહંત જિન કેવળીએ પ્રાપ્ત કરી લીધેલ છે. (સેવં મંતે સેવં મતે) હે ભગવન ! આપે જે કહ્યું છે તે સાચું જ છે. આપ કહે તે પ્રમાણે જ છે ! સૂ. Rાપા
| | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયદર્શિની વ્યાખ્યાના પહેલા શતકને ચેાથે ઉદ્દેશક સમાસ ૧-૪
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨ પર