________________
કર્મના ક્ષયોપશમ વિશેષથી અને ઉત્સર્ગ તથા અપવાદ માગને કારણે પ્રવચન કરનારાઓની વિવિધ પ્રકારની શિલી હોય છે.
પરન્તુ એ પ્રવચનની શિલી અગર જિનાગમને અનુરૂપ હોય તો મોક્ષમાર્ગની સાધક હોવાને કારણે પ્રમાણભૂત મનાય છે. ક૫ એટલે આચારના વિષયમાં પણ તેમને આ પ્રકારની શંકા થાય છે કે (જિનકલ્પિક તથા સ્થવિરકલ્પિક સાધુઓના જે આચાર હોય છે તેને કલ્પ કહે છે.)
જિનકલ્પિક સાધુઓનાં નગ્નત્વ વગેરે મહાકષ્ટકારક આચારો જ કર્મક્ષય કરવાને સમર્થ બને. પણ સ્થવિરકલ્પિક સાધુઓનાં વસ્ત્ર પાત્ર વગેરે ગ્રહણ કરવારૂપ ઓછાં કષ્ટોવાળાં આશારો કર્મોને ક્ષય કરવાને સમર્થ કેવી રીતે બની શકે ? આ પ્રકારની શંકા તેમને થાય છે તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–બને કહે એટલે આચારો કમને ક્ષય કરનારાં છે, અવસ્થાભેદની અપેક્ષાએ તે બંનેમાં સાર્થકતા છે, એટલા માટે જ તીર્થકરો વડે તે બને અવસ્થાની પ્રરૂપણ કરવામાં આવી છે. માર્ગના વિષયમાં પણ તેમને આ પ્રકારની શંકા થાય છે-જેમ કે શાસ્ત્રનું અધ્યયન તપપૂર્વક જ કરવું જોઈએ. આ બાબતમાં કેટલાકની એવી માન્યતા છે કે જ્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન ચાલુ હોય ત્યાં સુધી આયંબિલવ્રત કરવું જોઈએ. કેઈન એ , અભિપ્રાય છે કે ઉપવાસ કરવો જોઈએ. ત્યારે કેઈને અઠમ તપ કરવાને અભિપ્રાય છે. આ રીતે પરસ્પરમાં ભેદ જણાય છે. તે ક્યા અભિપ્રાયને સાચે માને ? તે શંકાનું સમાધાન આ રીતે કરી શકાય-શિષ્યની શક્તિ પ્રમાણે આચાર્ય અથવા ગુરુ જે ગ્ય લાગે તે તપ કરાવી શકે છે. તથા સ્થવિર કલ્પના આચાર પ્રમાણે આયંબિલ, ઉપવાસ વગેરે પણ એકબીજાના વિરોધી નથી, આ રીતે ઉપરોક્ત બધી માન્યતાઓ સત્ય છે, કારણ કે તે દરેકમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા રહેલી છે. કહ્યું પણ છે –“ગળ” ઈત્યાદિ,
અશઠ (સમજુ) વડે જેનું આચરણ થાય છે, જે અસાવદ્ય-પાપરહિત હોય, તથા જેને કઈ પણ સ્થળે કઈ પણ વ્યક્તિ તરફથી નિષેધ ન કરાય હોય અને જે બહુમત (ઘણુ કે વડે માન્ય) હોય તેને આચરિત આચરણ કરાયેલ કહેવાય છે. આ રીતે તમામ કરશું ભગવાનની આજ્ઞામાં છે.
વળી મત વિષે પણ તેમને આ પ્રમાણે શંકા થાય છે-(તમામ આચાર્યોને આગમમાં જે સરખે અભિપ્રાય હોય છે તેને મત કહે છે.) તેમાં કેટલાક એવું કહે છે કે કેવળી ભગવાનને કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ એક જ સાથે થાય છે. જે એમ ન હોત તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયની નિરર્થકતા હોવાને પ્રસંગ પ્રાપ્ત થશે. એજ પ્રમાણે આ વિષયમાં કઈ કઈ આચાર્યો એમ પણ કહે છે કે કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ એક સાથે થતી નથી. પણ તે બંનેની પ્રાપ્તિ જુદા જુદા સમયે થાય છે. કારણ કે જીવને એ જ સ્વભાવ છે. જેવી રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧
૨૨૫