SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ નાસ્તિત્વ નાસ્તિત્વમાં જે પરિણમે છે તેમાં પ્રવેગ અને સ્વભાવ અને નિમિત્તરૂપ હોય છે, જેમ કે કુંભારના વ્યાપાર (પ્રવૃત્તિ)થી માટીને પિંડ ઘડારૂપે પરિણમે છે, અથવા આંગળી આદિની ઋજુતા (સીધાપણું) પુરુષના વ્યાપારથી વકરૂપે (વાંકાપણે) પરિણમે છે. અસ્તિત્વનું અસ્તિત્વમાં પર પ્રયોગથી પરિણમન થવાનું ઉપરનું દૃષ્ટાન્ત છે. વિસસા (સ્વભાવથી) પરિણમન થવાનું દષ્ટાન્ત નીચે મુજબ છે-જેમ કે સફેદ વાદળાંએ કાળાં વાદળાંરૂપે પરિણમે છે આ પરિણમનમાં પુરુષ વગેરેની પ્રવૃત્તિ ( પ્રગ) કારણરૂપ નથી. પરંતુ એ તો સ્વભાવથી જ (પિતાની મેળે જ) થયા કરે છે. “પ્રાપ્તિ વિન્નતા જ માં જે “ ” શબ્દને પ્રગ કર્યો છે તે દ્વારા સૂત્રકાર અ બતાવે છે કે અસ્તિત્વાદિના પરિણમનમાં સ્વભાવ અને પ્રયોગ એ બન્ને કારણરૂપ હોય છે. એટલે કે માટીનું ઘટરૂપે પરિણમન થવાનું કારણ પ્રગ છે અને શ્વેત વાદળનું કૃષ્ણવાદળામાં પરિણમન થવાનું કારણ વિસસા-સ્વભાવ છે. નાસ્તિત્વનું નાસ્તિત્વરૂપે પરિણમન થવાનું કારણ પણ પ્રવેગ અને સ્વભાવ જ છે. તેના ઉદાહરણે પણ ઉપર બતાવ્યા પ્રમાણે સમજવા. કારણ કે પટ વગેરેની અપેક્ષાએ માટીના પિંડ વગેરેમાં નાસ્તિત્વરૂપતા આવી જ જાય છે. તાત્પર્ય એ છે કે પટ આદિની અપેક્ષાએ જેમ માટીને પિંડ નાસ્તિત્વરૂપ છે એજ પ્રમાણે ઘટ (ઘડો) પણ નાસ્તિત્વરૂપ જ છે. તેથી જે દૃષ્ટિએ નાસ્તિવ રૂપ એવામાટીનાપિંડનું, નાસ્તિત્વરૂપ થયેલ ઘડાનારૂપે જે પરિણમન થાય છે તે નાસ્તિત્વનું નાસ્તિત્વરૂપ પરિણમન થવાનું પ્રગનિમિત્તક દૃષ્ટાન્ત છે. એ જ પ્રમાણે નાસ્તિત્વનું નાસ્તિત્વરૂપ પરિણમન થવામાં વિશ્વસા (સ્વભાવ) નિમિત્તક દૃષ્ટાન્ત પણ સમજવું જોઈએ. પ્રેગ અને વિસસારૂપ નિમિત્તો અસ્તિત્વ અને નાસ્તિત્વના પરિણમનમાં સમાનરૂપે જ કારણભૂત છે, તથા તીર્થકર ભગવાનને પણ તેજ અભિપ્રાય છે, તે વાત દર્શાવવાને માટે સૂત્રકાર કહે છે-“ કહ્યું તે અંતે” ઈત્યાદિ અથવા સામાન્યરૂપે અસ્તિત્વ અને નાસ્તિત્વનું પરિણમન કહ્યું છે એટલે કે પૂર્વસૂત્રમાં પ્રગજન્ય અને વિસસાજન્ય (સ્વભાવજન્ય)જે પરિણમન કહ્યું છે તે સામાન્યરૂપે જ કહ્યું છે. સામાન્યરૂપે કહેલી વાત કયાંક અતિશયવાળી વસ્તુમાં અન્યરૂપે પણ રજુ થાય છે. તાત્પર્ય એ છે કે જે વાત સામાન્યરૂપે કહી હોય છે તે સર્વત્ર એજ રૂપે રહે એ કેઈ નિયમ નથી, કારણ કે કઈ વિશિષ્ટ જગ્યાએ તે વાત તે રૂપે નથી પણ હોતી. અહીં ભગવાન અતિશયવાન તે છે–તેથી આ સામાન્યરૂપે કહેલી વાત ભગવાનમાં પણ એજ પ્રકારે છે કે અન્ય પ્રકારે છે? તે પ્રકારના સંદેહથીયુક્ત થવાથી ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે – જ્ઞ તે મ” ઈત્યાદિ. હે પૂજ્ય! જેવી રીતે આપનું અસ્તિત્વ પ્રવેગ અને વિસસારૂપે અસ્તિત્વમાં પરિણમે છે એવી રીતે આપનું નાસ્તિત્વ શું પ્રયોગ અને વિશ્વસારૂપે નાસ્તિત્વમાં પરિણમે છે? જેવી રીતે આપનું નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે, એવી જ રીતે શું આપનું અસ્તિત્વ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૨૦૧.
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy