________________
અસ્તિત્વ અસ્તિત્વમાં જવા લાયક છે? (ગઠ્ઠા પરિણામરૂ તો શાસ્ત્રાવ, ત મજિનેન વિ છે બારાવ માળિયા ) હે ગૌતમ! જેવી રીતે “રખમરૂ” પદની સાથે બે આલાપક કહ્યા છે એજ પ્રમાણે “ગમનીય પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. (નાવ તમે ચિત્ત અસ્થિ મણિન) “જેવી રીતે મારું અસ્તિત્વ અસ્તિત્વમાં ગમનીય છે” ત્યાં સુધી તે આલાપક કહેવા.
ટકાથ–આ સૂત્ર દ્વારા સૂત્રકાર એ સ્પષ્ટ કરવા માગે છે કે જિનેશ્વરે કહેલી વાત જ શા કારણે સત્ય છે. એ વિષયને જ અહીં વિચાર કરવામાં આવે છે. “ત્તિ રથ પરિખમરૂ” અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે. આંગળી વગેરે વસ્તુઓનું આંગળી વગેરે રૂપે હોવું એજ એમનું સત્ત્વ-અસ્તિત્વ છે. જે પદાર્થ જેવો છે તેજ રૂપે તેનું રહેવું તેનું નામ જ અસ્તિત્વ છે.
જેટલા પદાર્થો છે તે બધા પોતાના સ્વરૂપમાં હોય છે, પરના સ્વરૂપમાં હેતા નથી. જે આ વાતને માનવામાં ન આવે તે સર્વભામાં એકરૂપતાની પ્રસક્તિ (પ્રસંગ) થઈ જશે. તેથી એજ માનવું પડશે કે સમસ્ત વસ્તુઓ પિતાના સ્વરૂપની અપેક્ષાએ અસ્તિત્વરૂપ છે, અને પરસ્વરૂપની અપેક્ષાએ નાસ્તિત્વરૂપ છે. ઘટ (ઘડા) ઘટરૂપે જ સત્ છે પટરૂપની અપેક્ષાએ તે સતુ રૂપ નથી, પણ અસરૂપ જ છે. અહીં સત્ત્વ (અસ્તિત્વ) જુત્વ વગેરે પર્યાયરૂપે જ જાણવાં જોઈએ. કારણ કે આંગળી વગેરે વસ્તુઓનું જે અસ્તિત્વ છે તે કેટલેક અંશે જુત્વ આદિ પર્યાયોથી અભિન્ન છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક પદાર્થોની સત્તા જુદા જુદા સમયે જુદા જુદા પ્રકારની હોય છે–એજ પદાર્થનું અસ્તિત્વ છે “અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે.” તેનું તાત્પર્ય એ છે કે જે આંગળી વગેરે વસ્તુઓ પહેલાં ઋજુત્વ આદિ અસ્તિત્વરૂપે પરિણમેલ હતી એજ વસ્તુઓ સમયાન્તરે વકાદિરૂપ અસ્તિત્વ પર્યાયમાં બદલાઈ જાય છે, એટલે કે વસ્તુનું ત્રાજત્વ આદિપ જે સત્ત્વ-અસ્તિત્વ છે તે આગળ જતાં વિકાદિરૂપ સત્વમાં પરિણમી જાય છે. આ રીતે “અસ્તિત્વ અસ્તિત્વમાં પરિ. ણમે છે.” આ કથન વડે એ વાત સ્પષ્ટ થાય છે કે એક દ્રવ્યની પ્રકારાન્તરથી જે સત્તા છે એજ સત્તા પ્રકારાન્તરરૂપ સત્તામાં બદલાઈ જાય છે. જેમ કે માટીરૂપ દ્રવ્યની પિંડપ્રકારરૂપ સત્તા ઘટપ્રકારરૂપ સત્તામાં પરિણમી જાય છે.
રથિ નથિ પરિખમ“નાસ્તિત્વ નાસ્તિત્વમાં પરિણમે છે.” તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-આંગળી વગેરેનું અંગુઠા વગેરે રૂપે ન થવું એજ તેનું નાસ્તિત્વ છે. અંગુઠા વગેરેનું જે વરૂપ છે તે આંગળી વગેરેનું નથી. અને આંગળી વગેરનું જ સ્વરૂપ છે તે અંગુઠા વગેરેનું નથી. આ રીતે આંગળી વગેરેમાં અંગુઠા વગેરેનારૂપે રહેવાને જે અભાવ છે, એજ આંગળીનું નાસ્તિત્વ છે. આ રીતે આંગળી વગેરેનું અંગુઠા વગેરે રૂપે જે અસત્ત્વ છે તે અસત્ત્વ અંગુઠા વગેરેમાં ભાવરૂપ જ છે. તેથી આંગળી વગેરેનું નાસ્તિત્વ અંગુઠા વગેરેના અસ્તિત્વરૂપે નિવડે છે. આ અંગુઠા વગેરેનું અસ્તિત્વરૂપ જે આંગળી વગેરેનું નાસ્તિત્વ છે તે પર્યાયાન્તરથી અંગુઠા વગેરેના અસ્તિત્વરૂપે પરિણમે છે. જેમ કે મૃત્તિકા દ્રવ્યનું (માટીનું) નાસ્તિત્વ તંતુ વગેરેરૂપ છે અને તે માટીના નાસ્તિત્વરૂપ પટમાં રહે છે. અથવા–“અસ્તિā રિત રિતિ”
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯૯