________________
કાંઈને કોઈ કારણ છે, એમ અનુમાન કરવું જોઈએ. પ્રતિપાદિત વિષયનું ફરીથી પ્રતિપાદન કરવાના કારણે આ પ્રમાણે હેય છે–પ્રતિષેધ, અનુજ્ઞા અથવા એક પ્રકારના હેતુનું કથન. એટલે કે આગળની હકીક્તને પ્રતિષેધ ( નિષેધ) કરવા માટે, આગળની વાતમાં અનુમતિ દેવાને માટે, અથવા તે આગળની વાતના નિર્ણયમાં કઈ વિશેષ કારણનું કથન કરવા માટે એક વાર કહેલી વાત ફરીથી કહેવામાં આવે છે, એવો આ ગાથાને ભાવ છે. હવે સૂત્રકાર કક્ષામહનીય કર્મના વેદનનું કારણ કહે છે-“ vi” ઈત્યાદિ.
- “હે પૂજ્ય ! જીવો કાંક્ષામહનીય કર્મનું વેદન કેવી રીતે કરે છે? ત્યારે તેના જવાબ રૂપે પ્રભુ કહે છે કે-હે ગૌતમ! “તેદિ હિં” ઈત્યાદિ. તે તે લેકપ્રસિદ્ધ અન્ય દર્શનના શ્રવણરૂપ તથા કુતીર્થિકોના સંસર્ગરૂપ કારણ વિશેષાથી ઉત્પન્ન થયેલ શંકાદિ કારણોથી “ સંવિધા”—જીવાદિક વિષયોમાં તેમને શંકા ઉદ્ભવે છે કે પ્રતિપાદિત કરાયેલાં જીવાદિ તત્ત્વો છે કે નહીં ? અથવા ધર્મા. સ્તિકાય આદિ જે અત્યંત ગહન પદાર્થો છે તેમના અસ્તિત્વની બાબતમાં તેમના મનમાં શ્રદ્ધા રહેતી નથી. બુદ્ધિ મંદતાને કારણે આવું બનતું હોય છે. આ રીતે તેમના હૃદયમાં થોડા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં સંશય પેદા થાય છે. “ વિચારુ તે કારણને લીધે તેઓ બૌદ્ધ આદિ દર્શનમાં અભિલાષાયુક્ત બને છે-એટલે કે મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી અન્ય દર્શનને સ્વીકાર કરવાની ઈચ્છાવાળા બને છે. “વિવિનિરિછા” યુક્તિ અને આગામે દ્વારા સિદ્ધ થયેલ હોવા છતાં પણ તે તે કારણેને લઈને તેઓ જિનેક્ત અર્થમાં ફળની બાબતમાં સદેહવાળા બની જાય છે, અને એવો વિચાર કરવા લાગી જાય છે કે અમે તપસ્યા કરીને જે મહાન કષ્ટ સહી રહ્યા છીએ તેમજ જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, તે રેતીના કળીયાની માફક નિસાર છે. તાત્પર્ય કે ભવિષ્યકાળમાં તેનું ફળ મળશે કે નહીં મળે? “મેચમાવના” રાગદ્વેષને જીતનાર જિનેશ્વરદેવનું આ શાસન હશે કે નહીં હોય ? એવી દ્વિધા વૃત્તિ તેમના હદયમાં જન્મે છે. એટલે કે જૈનશાસન પ્રત્યે પણ તેમનામાં સંદેહ જાગે છે. અથવા જે કારણે તેઓ શંકા, કાંક્ષા, આદિથી યુક્ત બન્યા છે, તે કારણે જ તેમની બુદ્ધિ દ્વિધામાં પડી જાય છે તેથી તેમને “મેરજા કહ્યા છે. “ સમાવના” એટલે કે આ વાત આ પ્રમાણે નથી, એવી રીતે તેઓ મતિની-બુદ્ધિની-મલિનતા પ્રાપ્ત કરે છે. આ રીતે જ જીવો કાંક્ષા મેહનીયકર્મનું વેદન કરે છે. સૂઇ ૩
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૯૬