SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રહિત બનાવે છે તેથી અહીં તેને ગ્રહણ કરવાનું ન હોવાથી “મેહનીય પદની સાથે કાંક્ષાપદ મૂકયું છે. કાંક્ષામહનીય એટલે દર્શનમેહનીય કર્મ. અન્ય દર્શનને ગ્રહણ કરવું તેનું નામ કાંક્ષા છે તે કાંક્ષાથી જે આત્માને માહિત કરે છે તેને કાંક્ષામહનીય કહે છે. તાત્પર્ય એ છે કે મેહનીયની સાથે કાંક્ષા પદ મૂકવાથી ચારિત્રમોહનીયની વ્યાવૃત્તિ (નિવૃત્તિ) થઈ જાય છે, કારણ કે તે (ચારિત્રમેહનીય) કાંક્ષાથી આત્માને મેહિત કરતું નથી. જુદા જુદા એકાન્તપ્રરૂપક મતને ગ્રહણ કરવા, અર્થાત્ અનેકાન્તપ્રરૂપક ધર્મમાં શ્રદ્ધા ન રાખતાં જુદા જુદા એકાન્તપ્રરૂપક ધર્મોમાં શ્રદ્ધા રાખવી તેનું નામ કાંક્ષા છે. તે કાંક્ષાથી જીવ દર્શનમેહનીય કર્મ બંધ બાંધે છે. કાંક્ષામોહનીયનું બીજુ નામ મિથ્યાત્વમેહનીય પણ છે. તેથી કાંક્ષા મેહનીય એટલે મિથ્યાત્વમોહનીય પણ કહેવાય છે, કાંક્ષાપદ ઉપલક્ષક પદ છે. કારણ કે તેની મારફત શંકા વગેરે ગ્રહણ કરાયેલ છે “જ” એટલે કૃત–કિયાનિષ્પાદિત - ભગવાને તે પ્રશ્નને આ પ્રમાણે જવાબ દીધે છે-“ હે ગૌતમ! “દુતા” હા હોય છે એટલે કે જે કાંક્ષાહનીય કર્મ તે જીવ વડે અવશ્ય કરાયેલ હોય છે. તે કારણે જ તેને કર્મ કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે જેટલાં કર્મો તે બધાં જીવ વડે જ કરાયેલાં હોય છે. જે તે જીવથી કરાયાં ન હોય તે તેમને કર્મ કહી શકાય જ નહીં. એ જ પ્રમાણે જે કાંક્ષામેહનીય કર્મરૂપ છે તે પણ અવશ્ય જીવ દ્વારા જ કરાયું હોય છે. અન્યથા તેને કમ કહી શકાય નહીં કાંક્ષાહનીયકર્મ કિયા નિષ્પાદ્ય છે તેનું તાત્પર્ય એ છે કે જીવ મન, વચન અને કાયાની ક્રિયા વડે તેને નિષ્પન્ન (સિદ્ધ) કરે છે. તેથી ક્રિયા વડે સિદ્ધ થયેલું હોવાથી તે પણ કર્મરૂપ જ છે. આ કર્મ જીવન પર પદાર્થોમાં મેહ ઉત્પન્ન કરાવે છે. અને એજ એનું કામ છે. શંકા–કેવળ “મેહનીય કર્મ” એ પ્રગ કર જોઈએ. છતાં મોહનીયની સાથે “કાંક્ષા ” પદને વિશેષણ તરીકે શા કારણે પ્રયોગ કર્યો છે? સમાધાન-મોહનીયકર્મના બે પ્રકાર કહ્યા છે-(૧) ચારિત્રમેહનીય અને (૨) દર્શન મેહનીય. અહીં દર્શનમોહનીય કર્મ જ ગ્રહણ કરવાનું છે. તેથી દર્શન મેહનીય કર્મને સંગ્રહ કરવાને માટે જ “મેહનીય પદની સાથે “કાંક્ષા પદ મૂકયું છે. “કાંક્ષાહનીયશબ્દને અર્થ આ પ્રમાણે છેઅન્ય દર્શનેને સ્વીકાર એટલે કાંક્ષા તે કાંક્ષારૂપ જે મેહનીય તેને કાંક્ષામહનીય કહે છે. તેનું બીજું નામ મિથ્યાત્વમેહનીય પણ છે. ક્રિયા કરવાના ચાર પ્રકાર છે એટલે કે લેકમાં કિયા કરવાની ચાર પદ્ધતિ જોવામાં આવે છે-જેમ કે કોઈ માણસ કઈ વસ્તુને ઢાંકવાની ક્રિયા કરે છે તે તેને ચાર પ્રકારે ઢાંકી શકે છે-(૧) પિતાના શરીરના હાથ આદિ અવયવ વડે તે મનુષ્ય તે વસ્તુને એક દેશ પણ (ભાગ) ઢાંકી શકે છે, (૨) અને એજ હાથ આદિ અવયવ વડે તે સંપૂર્ણ વસ્તુને પણ ઢાંકી શકે છે, (૩) પિતાના સંપૂર્ણ શરીર વડે વસ્તુના એક ભાગને તે ઢાંકી શકે છે, અને (૪) પિતાના સમસ્ત શરીરથી તે સમસ્ત વસ્તુને પણ ઢાંકી શકે છે. તાત્પર્ય એ છે કે કેઈ પણ જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧ ૧૮૮
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy