________________
असुन्नकालस्स मीसकालस्स कयरे कयरेहितो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा"
ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછો કે હે પૂજ્ય ! આપે નારકોને સંસારસંસ્થાનકાળના શૂન્યકાળ, અશૂન્યકાળ અને મિશ્રકાળ એવા જે ત્રણ ભેદ બતાવ્યા તેમાને કર્યો કાળ કયા કાળથી અલ્પ છે, ક્યા કાળ કયા કાળથી અધિક છે, કો કાળ કેની બરાબર છે અને ક્ય કાળ કેના કરતાં વિશેષાધિક છે? ત્યારે પ્રભુએ તેને આ પ્રમાણે જવાબ દીધું. હે ગૌતમ ! નારકેના સંસારસંસ્થાનકાળને અશૂન્યકાળ નામને ભેદ સૌથી અલ્પ છે. કારણ કે, નારકના ઉત્પાદ અને ઉદ્વર્તનાને વિરહકાળ વધારેમાં વધારે બાર મુહૂર્ત પ્રમાણ છે. અશૂન્યકાળની અપેક્ષાએ વિવક્ષિત નારકને મિશ્ર નામને નિર્લેપનાકાળ અનંતગણ હોય છે. કારણ કે નારકામાં અને ઇતર માં ગમનાગમનકાળ એજ આ મિશ્રકાળ છે. અને તે કાળ ત્રસ, વનસ્પતિ આદિના સ્થિતિકાળ સાથે મિશ્રિત થઈને અનંત ગણ થઈ જાય છે. કારણ કે ત્રણ અને વનસ્પતિ આદિ સંબંધી ગમનાગમન અનંત છે. આ નારકોને નિલેપનકાળ વનસ્પતિકાયની સ્થિતિને અનંતમે ભાગે છે. કહ્યું પણ છે –
" थोवो अमुन्नकालो, सो उक्कोसेण बारसमुहुत्तो। तत्तो य अनंतगुणो, मीसो निल्लेवणा कालो ॥१॥ आगमणगमणकालो, तसाइतरुमीसओ अणंतगुणो,
अह निल्लेवणकालो, अणंतभागे वणद्धाए ॥२॥" અન્યકાળ સ્તક (અલ્પ) છે અને તે વધારેમાં વધારે બાર મુહૂર્ત પ્રમાણ છે. તેના કરતાં અનંતગણ મિશ્ર નામને નિલે પનકાળ છે. આ મિશ્રકાળ આગમનગમનરૂપ છે. આ મિશ્રકાળ ત્રસ, વનસ્પતિ આદિના કાળ સાથે મિશ્રિત થઈને અનંત ગણ થઈ જાય છે, નિલેપનાકાળ વનસ્પતિકાળના અનંતમે ભાગે હેાય છે.
શૂન્યકાળ અનંતગણે છે-કારણ કે વિવક્ષિત સમસ્ત નારક જીવનું અવસ્થાન ( અસ્તિત્વ) સામાન્ય રીતે અનંતાનંત કાળ સુધી વનસ્પતિકાયિકમાં રહે છે. વનસ્પતિકાયિક જીવેમાં જે અનંતાનંતકાળ સુધીનું અવસ્થાન છે એને જ અને ઉત્કૃષ્ટ નારકભાવાન્તરકાળ શાસ્ત્રમાં કહ્યું છે. કહ્યું પણ છે
" मुन्नो य अणंतगुणो, सो पुण पायं वणस्सइगयाणं ।
एयं चेव य नारय,-भवंतरं देसियं जेट्ठ ॥१॥ શૂન્યકાળ અનંતગણે છે, અને સામાન્યરીતે વનસ્પતિકાયિકમાં ગયેલા જીના તે કાળ હોય છે. પ્રભુએ તેને જ ઉત્કૃષ્ટ નારકભવાન્તરકાળ કહેલ છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૭૨