________________
કારણે જ એવું કહ્યું છે કે કેઈક જીવ જે કર્મોને બંધ બાંધે છે તે સમસ્ત કર્મો એજ સમયે ભેગવતે નથી પણ જે કર્મ તેના અબાધકાળ પછી ઉદયમાં આવ્યું હોય છે તે જ એક કર્મને તે સમયે ભેગવે છે બાકીના કમેને જરા જુદા કાળે તેમના ઉદયાનુસાર ભગવત રહે છે. અહીં જે એમ કહેવામાં આવ્યું છે કે કોઈ એક કર્મને ભેગવે છે અને કેઈ એકને ભેગવત નથી તે કથનનું તાત્પર્ય એ છે કે–તે જીવે એક સમયમાં કર્મ તે અનેક બાંધેલ છે પણ તેમાંથી ૨ કર્મ ઉદયમાં આવી જાય છે એજ કર્મને જીવ ભગવે છે, પણ ઉદયમાં આવેલા તે એક કર્મની સાથે સાથે જ બાંધેલાં બીજાં કર્મોને તે સમયે જ ભગવશે નહીં. તેથી કેઈ એક કર્મને ભેગા કરે છે અને કેઈએક કર્મને ભોગ કરતા નથી. આ દંડક એક જીવની અપેક્ષાએ કહેલ છે. એ જ પ્રમાણે એક નારક જીવને આશ્રય લઈને નૈરયિક સંબંધી એકવચન વાળું દંડક સમજવું આ રીતે વૈમાનિક દેવે સુધીના વીસ દંડક એકવચન વાળા બનાવી લેવા જોઈએ. એજ વાત “રચા મેતે ! સચંકું રૂલ્યારિ” પદ દ્વારા બતાવવામાં આવી છે. હવે બહુવચનને આશ્રય લઈને “બીવાળું મંતે!” ઈત્યાદિ સૂત્રોનું સૂત્રકાર કથન કરે છે-“જીવાળું મંતે! સચવા સુાં વેલૈંતિ” હે પૂજ્ય ! અનેક જીવો સ્વયંકૃત દુઃખકર્મનું વેદન નરે છે કે નહીં? હા, કેટલાક જી કેઈ એક કર્મનું વેદન કરે છે અને કેટલાક છે તેનું વેદનનથી પણ કરતાં. તેનું કારણ બતાવવાનું કહેવામાં આવતાં ભગવાન મહાવીરે કહ્યું કે-તેઓ ઉદીર્ણ કર્મનું વેદન કરે છે, પણ અનુદીર્ણ કર્મનું વેદન કરતાં નથી. આ પ્રમાણે જ એકવચન અને બહુવચનને આશ્રય લઈને વૈમાનિકદેવે સુધી સમજવું.
શંકા–એક વચનવાળા પ્રશ્નથી જે અર્થને બંધ થાય છે એજ બંધ બહુવચનવાળા પ્રશ્નથી પણ થાય છે. તે બહુવચનયુક્ત પ્રશ્ન શા માટે અહીં મૂક્યો છે?
ઉત્તર–એવું ન કહેવું જોઈએ-કારણ કે તેમાં અભિપ્રાયની વિશેષતા છે. તેને તમે સમજ્યા જ નથી તે વિશેષતા આ પ્રમાણે છે-કેઈ એક વસ્તુમાં જે એક વચન ઘટિત અર્થ રહેલો હોય છે તેના કરતાં બહુવચન ઘટિત અર્થમાં વિશેષતા જણાય છે. જેમ કે જીવની અપેક્ષાએ સમ્યકત્વની મતિજ્ઞાનની, શ્રુતજ્ઞાનની અને અવધિજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરેપમ કરતાં પણ કાંઈક વધારે કહી છે. પણ જ્યારે અનેક જીવોની અપેક્ષાએ તે સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે તે સમ્યકત્વ આદિની સ્થિતિ શાસ્ત્રમાં સર્વોદ્ધાસર્વકાળની કહી છે. તેથી સમ્યકત્વ આદિની જેમ અહીં પણ એકવચન અને બહુવચનની અપેક્ષાએ અર્થવિશેષતા સંભવે છે. આ દ્રષ્ટિથી પ્રશ્ન કરનારને પ્રશ્ન અસંગત નથી. અથવા–જે શિષ્ય અત્યંત અવ્યુત્પન્ન મતિવાળા છે, તેમને સમજાવવાને માટે પણ બહુવચન વિષયક પ્રશ્ન સંગત જ છે. નરકાદિ વ્યવહારમાં આયુની પ્રધાનતા હોવાથી આયુને આશ્રય લઈને “વેષે મને !”
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૩૭