________________
ભગવાને તે પ્રશ્નોને આ પ્રમાણે જવાબ આપે છે
જોયા ! સુખ સમ” –“રામર્થ સમર્થ” હે ગૌતમ! અસં. વૃત અણગાર સિદ્ધિપદ પ્રાપ્ત કરતા નથી. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે કે હે ભદન્ત ! આપ એવું શા કારણે કહે છે કે અસંવૃત અણગાર સિદ્ધ થતા નથી. ત્યાંથી સમસ્ત દુખોને નાશ કરતા નથી. ત્યાં સુધીનું કથન અહીં જાવ પદથી ગ્રહણ કરવાનું છે. એટલે કે “મને! પર્વ ગુરૂ શiqÉ Trજો શિક્ષ, નો લુક્સનો મુવ, નો નિશ્વારૂ” આ પાઠનો તેમાં
ચાવત' પદથી સમાવેશ કરવાનું છે. અસંવૃત મુનિને શા કારણે મુક્તિ પ્રાપ્ત થતી નથી તે સમજાવવા માટે ભગવાન કહે છે કે “ હે ગૌતમ! અસંવૃત અણુગાર પહેલાં અશુભ પરિણામના કંઈક અભાવને લીધે કર્મપ્રકૃતિને બંધ ઝિશિયર બાંધ્યા કરતું હતું. હવે એજ પ્રકૃતિને બંધ તે ગાઢરૂપે બાંધવા માંડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક ભવમાં એક જ વાર માત્ર અન્તર્યું. હૂર્તકાળમાં આયુષ્યકર્મ બંધ પડે છે. તે આયુષ્કર્મને છોડીને બાકીની જ્ઞાનાવરણીય આદિ સત કમ પ્રકૃતિને તેણે પહેલાં શિથિલ બન્ધનરૂપે-કર્મોની એક બીજાની સાથે રપૃષ્ટતા રૂપે, અથવા નિબદ્ધતા રૂપે, અથવા નિધત્તતા રૂપે, બાંધેલી હતી. શિથિલ બન્ધનરૂપે બાંધવાનું કારણ એ હતું કે પૂર્વાવસ્થામાં તેના અશુભતર પરિણામ કંઈક પ્રમાણમાં ઓછાં હતાં. તે કારણે જ તેણે તે સાત પ્રકૃતિને શિથિલ બંધનરૂપે બાંધી હતી. અહીં અસંવૃત ભાવને અધિકાર હોવાથી બંધ અશુભ જ લેવું જોઈએ, શુભ નહીં શિથિલ બ ધ નથી બાંધેલી તે કર્મ પ્રકૃતિને તે અસંવૃત અણગાર કેવી કરે છે એ સૂત્રકારે “ઘળિય વંશને વઢા ” પર દ્વારા સ્પષ્ટ કર્યું છે. આ પદ દ્વારા તેઓ સમજાવે છે કે જે સાતકર્મપ્રકૃતિને તેણે થોડા અશુભતર ભાવને અભાવે શિથિલ બંધન રૂપે બાંધી હતી એજ કર્મપ્રકૃતિને હવે તે દઢતર બંધનરૂપે બાંધે છે, એટલે કે તે પ્રકૃતિને તે બદ્ધઅવસ્થાવાળી, અથવા નિધત્ત અવસ્થાવાળી, અથવા નિકાચિત્ત અવસ્થાવાળી કરે છે. તેનું કારણ એ છે કે અશુભાગરૂપ અસંવૃતતા ગાઢતર રૂપે પ્રકૃતિબંધમાં કારણરૂપ બને છે. એવું કહ્યું પણ છે કે–ચોગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ બંધાય છે. વારંવાર અસંવૃતતા થવાથી તે પ્રકૃતિને તે એવી જ બનાવે છે. તે અસંવૃતતાની બીજી શી અસર થાય છે તે સૂત્રકાર “સુસાફિચાલોવાકય દ્વારા સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે કે જે કર્મપ્રકૃતિની સ્થિતિ સ્તંક (અલ્પ) કાળની હોય છે તે કર્મપ્રકૃતિની સ્થિતિ તે દીર્ઘકાળની કરે છે. ગૃહીત કર્મોનું આત્મામાં રહેવું તેનું નામ સ્થિતિ છે. અસંવૃતતા કષાયરૂપે સ્થિતિબંધમાં કારણરૂપ બને છે. સિદ્ધાંતમાં એવું કહ્યું છે કે-કષાયથી સ્થિતિબંધ અને અનુભાગબંધ, એ બે બંધ બંધાય છે. અનુભાગ નામને વિપાક છે, અને તે વિપાક રસ વિશેષરૂપ પડે છે. જે કર્મપ્રકૃતિને રવિપાક મગ્ન હોય છે અથવા હીનરસવાળી જે પ્રકૃતિ
શ્રી ભગવતી સૂત્ર : ૧
૧૨૧