SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કેવાં પગલોને આહારરૂપે ગ્રહણ કરે છે? વર્ણની અપેક્ષાએથી આ પૃથિવીકા યિક જીવો કાલ નીલ આદિ પાંચે વોંયુકત પુદગલોને આહાર કરે છે. ગંધની અપેક્ષાએ સુગંધ યુક્ત અને દુર્ગંધ યુક્ત, રસની અપેક્ષાએ તિક્ત, કડવો, કષાય, ખાટ અને મધુર એ પાંચ રસથી યુક્ત, સ્પર્શની અપેક્ષાએ કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, અને રૂક્ષ, એ આઠ પ્રકારના સ્પર્શવાળાં પુદ્ગલોને આહાર પૃથિવી કાયિક જી કરે છે. તેમના આહારના વિષયમાં જે કથન કર્યું છે તે સિવાયનું બધું કથન “તહેવ” નારક જીવાના પ્રકરણમાં નારક જીના આહારના વિષયમાં કહ્યા પ્રમાણે જ સમજવું. તે કથન આ પ્રમાણે છે–“નારૂં મંતે ! સ્કરવારૂં ગાાતિ તારૂં વિ કપરું? વારું દ્રારું તારું જિં' ગોરાડું મળોઢાછું” ઈત્યાદિ. હે ભદન્ત ! જે રૂક્ષ આહાર પુગલોને તેઓ આહાર રૂપે ગ્રહણ કરે છે તે રક્ષ આહાર પુદ્ગલો આત્મ પ્રદેશની સાથે પૃષ્ટ હોય છે કે અસ્કૃષ્ટ હોય છે? એટલે કે આત્મપ્રદેશની સાથે પ્રુષ્ટ રૂક્ષ આહાર પુદ્ગલોને તેઓ આહારરૂપે ગ્રહણ કરે છે કે આત્મપ્રદેશની સાથે અપૃષ્ટ આહાર પુદગલોને તેઓ આહારરૂપે ગ્રહણ કરે છે? જે તેઓ આત્મપ્રદેશની સાથે પૃષ્ટ એવાં આહાર પુદ્ગલોને ગ્રહણ કરતા હોય તે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે તે આત્મપ્રદેશની સાથે સ્પષ્ટ પુગલો અવગાઢ હોય છે કે અનવગાઢ હોય છે? અવ. ગાઢ એટલે આત્મપ્રદેશની સાથે એક ક્ષેત્રાવગાહી એવો અર્થ થાય છે. ઇત્યાદિ સમસ્ત વક્તવ્ય ૧૧માં સૂત્રમાં કહેલાં નારક પ્રકરણ પ્રમાણે જ સમજવું. બાળ€” એટલે ભેદ. તેનું તાત્પર્ય એ છે કે નારકન્ટ કરતાં પૃથિવીકાયિક જીના આહારના વિષયમાં ભેદ રહેલો હોય છે. તે ભેદ આ પ્રમાણે છે– ગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો કે-હે ભદન્ત ! પૃથિવી કાયિક છે કેટલા ભાગને આહાર કરે છે અને કેટલા ભાગને સ્પર્શ કરે છે ? એટલે કે સ્પર્શેન્દ્રિયથી આહારના કેટલા ભાગને સ્પર્શ કરે છે? અથવા સ્પર્શેન્દ્રિયથી આસ્વાદન કરે છે ? સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરે છે? ઉપલભન્ત પ્રાપ્ત કરે છે? તે પ્રશ્ન દ્વારા એમ પૂછવામાં આવ્યું છે કે જેમ રસનેન્દ્રિયરૂપ પર્યામિથી પર્યાપ્તક બનેલા છે–તૈયાર થયેલ રસનેન્દ્રિયવાળા જીવો–રસના ઇન્દ્રિય દ્વારા આહાર ઉપગ કરે છે. “આસ્વાદન કરે છે” એમ કહેવાય છે. એજ પ્રમાણે સ્પર્શન ઈન્દ્રિય દ્વારા આહારને ઉપભેગ કરતા પ્રથિવી કાયિક જ “આસ્વાદન કરે છે એવું કહી શકાય ખરું ? ત્યારે પ્રભુ ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે–હે ગૌતમ ! પૃથિવી કાયિક જી આહારપુદગલોના અસંખ્યાતમાં ભાગને આહાર કરે છે તથા સ્પર્શન ઈન્દ્રિય વડે આહાર પદગલોના અનંતમાં ભાગનો સ્પર્શ કરે છે. અહીં “ચાવત” શબ્દથી “ggવી શ્રી ભગવતી સૂત્ર : ૧ ૯૯
SR No.006415
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy