SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપાતને વિરહ રહે છે. દેવગતિ. મનુષગતિ અને તિર્યંચગતિમાં પણ એ જ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે ઉપપાતને વિરહ સમજ. જે કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં ર૪ ચોવીસ મુહૂત સુધીને વિરહકાળ કહ્યો છે—જેમકે પહેલી નરકમાં ૨૪ મુહૂતને, બીજી પૃથ્વીમાં સાત દિવસરાતને, ત્રીજી નરકમાં ૧૫ દિવસરાતને, ચોથી નરકમાં એક મહિનાને, પાંચમી નરકમાં બે માસ સુધીને, છઠ્ઠી નરકમાં ચાર માસ સુધી અને સાતમી નરકમાં છ માસ સુધીને વધારેમાં વધારે વિર હકાળ છે અને ઓછામાં ઓછા એક સમયનો વિરહકાળ છે. તો પણ સામાન્ય નરકગતિની અપેક્ષાએ બાર મુહૂર્તનો વિરહકાળ કહ્યો છે તેમ સમજવું જોઈએ. એ જ પ્રમાણે તિર્યંચગતિમાં અને મનુષ્યગતિમાં જે બાર મુહૂર્ત સુધીનો વધારેમાં વધારે વિરહકાળ કહ્યા છે તે ગર્ભજ મનુષ્યો અને તિર્યંચોના અપેક્ષાએ કહેલ છે તેમ સમજવાનું છે. દેવગતિમાં તે સામાન્ય રીતે બાર મુહૂર્ત સુધીનો વિરહકાળ છે જ. પ્રશ્ન- હે ભદંત સિદ્ધિગતિમાં કેટલા સમય સુધીને સિદ્ધિગમનને વિરહ કાળ કહ્યા છે? ઉત્તર—હે ગૌતમ ! ઓછામાં ઓછો એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધીનો વિરહકાળ કહ્યો છે. એ જ પ્રમાણે સિદ્ધિ ગતિ સિવાયની ચાર ગતિચોનો એટલે કે મનુષ્યગતિ, તિર્યંચગતિ, નરકગતિ અને દેવગતિના નિસરણકાળનો વિરહ પણ સમજ. એટલે કે જે ગતિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપે જેટલે ઉપપાતને વિરહકાળ કહે છે તે ગતિમાં ત્યાંથી નીકળવાનો વિરહકાળ પણ એટલે જ સમજ. સિદ્ધિગતિમાંથી તો સિદ્ધિનું નિસ્સરણ–બહાર નીકળવાનું–થતું જ નથી કારણ કે તેઓ તો અપુનરાવૃત્તિક અને અમરણધર્મવાળા છે. તેથી ત્યાંથી નિસ્સરણનો વિચાર કરવાનું જ રહેતું નથી. હવે ગૌતમસ્વામી પ્રત્યેક નરકગતિ સંબંધી ઉપ પાતને વિરહકાળ પૂછે છે-હે ભદંત ! આ પત્નપ્રભા પૃથ્વીમાં નારકો કેટલા કાળ સુધી ઉપપાતથી રહિત હોય છે? ઉત્તર–હે ગૌતમ! એાછામાં ઓછા એક મુહૂ સુધીને અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધીને ત્યાં ઉપપાતને વિરહ હોય છે આ રીતે ઉપપાત દંડકનું કથન થયેલ છે. અને એજ પ્રમાણે ઉદ્ધના દંડકનું પણ કથન થયેલ છે. જે સમયે જાતિનામ નિધત્તાયુને બંધ થાય છે તે સમયે ઉપપાત અને ઉદ્ધના થાય છે. તેથી આયુબંધના વિષયમાં વિશિષ્ટવિધિની પ્રરૂપણ કરવાને માટે સૂત્રકાર કહે છે પ્રશ્ન–હે ભદંત! નારકી જીવ જાતિનામ નિધત્ત યુને બંધ આકર્ષો દ્વારા કરે છે ? ઉત્તર શ્રી સમવાયાંગ સૂત્ર ૪૪૦
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy