________________
(૪) શામનિષત્તાપુ-પરિમિત પ્રમાણવાળા આયુષ્કર્મના દલિકોનું જે પરિણામ છે.--એટલે કે આયુરૂપથી આમપ્રદેશમાં જે સંબંધ છે તેનું નામ પ્રદેશનામ છે. તેની સાથે નિધત્ત આયુને પ્રદેશનામનિધત્ત આયુ કહે છે. અથવા – જાતિ, ગતિ, અને અવગાહનારૂપ નામકર્મોના જે પ્રદેશ છે તે પ્રદેશની સાથે બહુ, અલ્પ, અલ્પતર આદિ રૂપે ભેગવવાને માટે વ્યવસ્થાપિત– બંઘદશાને પ્રાપ્તએવાં આયુને પ્રદેશના મનિધત્તાયુ કહે છે. (૫) ઝનુમાનના નિવત્તાયુ-આયુષ્ય કર્મના દલિકોના તીવ્ર આદિ ભેદરૂપ જે રસ છે તે રસના પરિણામને “અનુભાગનામ” કહે છે. તે અનુભાગનામની સાથે નિધત્ત આયુને અનુભાગ નિધત્તઓયુ કહે છે. અથવા ગતિ આદિ નામકર્મોના અનુભાગબંધની સાથે જે નિધત્તઓયુ છે તેને અનુભાગનિધત્તાયુ” કહે છે. (૬) અવનના નિધરાજૂ-જીવની જેમાં અવગાહના થાય છે એવાં જે ઔદારિક આદિ પાંચ પ્રકારનાં શરીર છે તેને અવગાહના કહે છે. તે અવગાહનાનું કારણ નામકર્મ છે. તેથી તે કારણ પણ અવગાહનારૂપજ છે આ અવ. ગાહનારૂપ નામકર્મની સાથે જે નિધત્તઆયુ છે તેને અવગાહનાનામવિધત્તાયુ' કહે છે.
પ્રશ્ન–હે ભદંત ! એ છ પ્રકારના આયુબે માથી નારકીઓને કેટલા આયુબ ધ કહ્યા છે? ઉત્તર-હે ગૌતમ! છ પ્રકારના કહ્યા છે–જાતિનામ નિત્તાયુ, સ્થિતિનામ નિધત્તાયુ ગતિનામનિધત્તાયુ, પ્રદેશનામનિધત્તાયુ, અનુભાગનામનિધત્તાયુ અને અવગાહનાનામ નિધત્તાયુ વિમાનિકદેવમાં પણ આયુબ ધ એજ પ્રમાણે સમ જ. જેમને નારકને આયુબંધ થઈ ગયું છે તે જીવે જ નરકમાં ઉત્પન્ન થાય છે, તેથી નારકી આદિને વિરહકાળ કહે છે. હે ભદત ! નરકગતિમાં કેટલા સમય સધી ઉપપાત–નારકીઓની ઉત્પત્તિ– વિરહ રહે છે? હે ગૌતમ ! નારકગતિમાં ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે બાર મુહૂર્ત સુધીનો
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૩૯