________________
ત્રણ પ્રકારની વેદના પણ હોય છે. સમસ્ત જીવો તે ત્રણ પ્રકારની વેદના ભગવે છે. સુખાત્મક, દુઃખાત્મક અને સુખદુઃખાત્મક, એવા પણ વેદનાના ત્રણ ભેદ પડે છે. તે ત્રણે પ્રકારનો અનુભવ સમસ્ત સંસારી જીવો કરે છે. સાતા, અસાતા અને સુખ દુઃખરૂપે વેદનામાં એ તફાવત છે. કે સાતા અસાતા વેદનામાં ક્રમશઃ ઉદયપ્ર સ વેદનીય કર્મના પુગલનો અનુભવ થાય છે, તથા સુખદુઃખરૂપ વેદનામાં ઉદયપ્રાપ્ત વેદનીય કર્મને અનુભવ થાય છે. વેદન ના બીજા પણ બે પ્રકાર છે અભ્યપગમિકી વેદના અને પકમિક વેદના અભ્યપગમિકી વેદનામાં જીવ વેદદાયક વરતુને પોતે જ ઉત્પન્ન કરીને તેનાથી પેદા થયેલ વેદના ભોગવે છે. જેમ કે સાધુઓ મ થાપરના વાળને લોચ કરવાથી થતી વેદનાને તથા બ્રહ્મચર્ય આદિના પાલનજન્ય વેદનાને અનુભવ કરે છે ઔપકમિકી વેદનામાં જાતે જ ઉદીર્ણ થયેલ અથવા ઉદીર્ણકારણ દ્વારા ઉદયમાં લેવાયેલ વેદનાને અનુભવ કરે છે. પંચેન્દ્રિય તિર્થં ચ અને મનુષ્ય ઉપરક્ત બને પ્રકારની વેદનાનો અનુભવ કરે છે. બાકીના છ ફકત ઔપકમકી વેદનાનો જ અનુભવ કરે છે વેદનાના નિદા અને અનિદા, એવા બે ભેદ પણ છે. જે વેદના દ્વારા ચિત્તસમાધિને અત્યંત અસ્તવ્યસ્ત-ખંડિત કરી નાખવા માં આવે છે તે વેદનાને “નિદાવેદના” કહે છે તેનું બીજું નામ “આભગવતીવેદના છે. અનાભોગવતી વેદનાનું નામ “અનિદાવેદના” છે. સંસી જીવ ઉપરના બંને પ્રકારની વેદના ભોગવે છે અસ જ્ઞીજી ફકત “અનિદાવેદના અનુભવે છે. પ્રશ્ન-હે ભદંત ! નરક કયી વેદના ભગવે છે?–શીતવેદના ભગવે છે? ઉષ્ણવેદના ભોગવે છે? કે શીતે ણવેદના ભોગવે છે? ઉત્તર-હે ગૌતમ ! નારકજી શીતવેદના અને ઉણવેદનાને ભોગવે છે. પણ શીતણ વેદનાને ભેગવતા નથી. આ રીતે પ્રારંભ કરીને સમસ્ત વેદનાપદનુ -એટલે કે પ્રજ્ઞાપના સૂત્રના ૩૫ પાંત્રીસમા પદનું કથન થવું જોઈએ. વેદનાઓ લેશ્યાઓથી યુકત હોય છે. તેથી વેદનાની પ્રરૂપણ કરીને હવે સૂત્રકાર લેશ્યાઓની પ્રરૂપણા કરે છે–પ્રશ્ન–હે ભદત ! વેશ્યા કેટલા પ્રકારની હે ય છે? ઉત્તર-હે ગૌતમ! લેશ્યા ૬ છ પ્રકારની છે. તે પ્રકારે નીચે પ્રમાણે છે. (૧) કૃષ્ણલેશ્યા, (૨) નીલેશ્યા, (૩) કાપતલેશ્યા, (૪) તેજલેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુકલલેશ્યા. વેશ્યાઓનું વધારે સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના ૧૭ સત્તરમા પદની મદદથી સમજી લેવું. કૃષ્ણ આદિ લેશ્યાઓવાળા જીવે જ આહાર કરે છે. તે કારણે સૂત્રકાર હવે આહારની પ્રરૂપણ કરે છે. તે માટે જે ગાથા આપી છે તે દ્વારગાથા છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે- અનcરાહારા, આહાર
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૩૩