________________
નિમિત્ત-સહાયક હોય છે તે અધર્મ દ્રવ્ય છે. તે અધર્મદ્રવ્ય પણ ધર્મદ્રવ્યની જેમ અસંખ્યાત પ્રદેશવાળું છે, તેને પણ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ એક માનવામાં આવ્યું છે.
ભાવાર્થ –ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે અમૂર્ત હોવાથી ઘટ, પટ આદિની જેમ ઈન્દ્રિયગમ્ય નથી. તેથી લૌકિક નજરે તેમને સિદ્ધ કરી શકતાં નથી. જે એમ કહેવામાં આવે કે આગમ પ્રમાણથી તેમનું પ્રતિપાદન કરી શકાય છે, તે તે વાત બરાબર છે. પણ આગને આધાર તે સિદ્ધાંતના અનુયાયીઓમાં જ તેની મહત્તા ઠસાવી શકે છે. તેથી આગોકત અર્થને પુષ્ટિ આપનાર યુકિત પણ હોવી જોઈએ એ યુકિત જ ટીકાકારે અહીં જ છે–જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ પદાર્થ જીવ અને પુદ્ગલ એ બે જ છે ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય એ બને દ્રવ્યોને પ્રેરણા આપીને ચલાવતાં નથી કે અટકાવતાં નથી. જે તે ચાલે તે ધર્માસ્તિકાય તેમને ચાલવામાં મદદ કરે છે. જેમ ચાલવાના સ્વભાવવાળા મને ચાલવામાં પાણી સહાયક થાય છે તેમ ધર્માસ્તિકાય તેમને ચાલવામાં સહાયક થાય છે એજ પ્રમાણે જીવ અને પુદગલ જે થોભે તે જેમ મુસાફરોને ભવામાં છાંયડો સહાયકથા ય છે તેમ તેમને થોભવામાં અધર્માસ્તિકાય સહાયક થાય છે. તેથી એ સાબિત થાય છે કે ગતિ અને સ્થિતિનું ઉપાદાના કારણે જીવ અને પુદ્ગલ જ છે. છતાં પણ નિમિત્ત કારણ કે જે કાર્યની ઉત્પત્તિમાં અવશ્ય અપેક્ષિત છે તે ઉપાદાન કારણથી જુદું હોવું જ જોઈએ. તેથી જીવ, પુદ્ગલની ગતિમાં નિમિત્તરૂપે ધર્માસ્તિકાય અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાય સિદ્ધ થઈ જાય છે. આ જ કારણે “તિથિન્યુઝ ધોરારક એવું કહેવાયું છે. આકાશ દ્રવ્યની સિદ્ધિના વિષયમાં એ બતાવી દેવામાં આવ્યું છે કે-“પારાયાના પિતાની અંદર એ ધર્માદિક દ્રવ્યોને સ્થાન દેવાનું કાર્ય આકાશનું છે. તે કાર્યથી તેની પણ સિદ્ધિમાં મુશ્કેલી નડતી નથી રા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪