________________
જે સૂત્રે છે તેમને વિકથાનુગ” કહે છે. રોહિણી આદિ વિદ્યા સાધવા માટેનાં જે શાઓ છે તેમને “વિદ્યાનુગ” કહે છે, ભૂત, ભૈરવ આદિના મકાનું કથન કરનારાં જે શાસ્ત્રો છે તેમને “મંત્રાનુગ” કહે છે વશીકરણ આદી યોગો દર્શાવનાર જે શાસ્ત્રો છે તેમને યોગાનુયોગ' કહે છે. કપિલ ખાદી અન્ય તીથિક દ્વારા પિતાના મત, આચાર, વિચાર આદિનું વર્ણન કરનાર જે શાઓ છે તેમને “અન્યતીર્થિક પ્રવત્તાનુયોગ' કહે છે. દિવસ પરિમાણની અપેક્ષાએ અષાઢ માસના ૨૯ ઓગત્રીસ દીવસરાત કહેલ છે. એ જ પ્રમાણે ભાદર, કાર્તિક, પિષ, ફાગણ અને વૈશાખ માસના પણ ૨૯ ઓગણત્રીસ દિવસ કહેલ છે પૂર્વોક્ત અષાઢ આદિ છ માસમા પ્રત્યેક માસના ૨૯ ઓગણત્રીસ રાત્રિ દિવસ હોય છે કારણ કે તે મહિના ઓના કૃષ્ણ પક્ષમાં એક એક રાત્રિ દવસને ક્ષય થાય છે. મુહુર્ત પરિમાણની અપેક્ષાએ ચંદ્રદિન-તિથિ ૨૯ ઓગણત્રીસ મુહૂત પરિમાથી થોડી વધારે કહેલ છે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સમ્યગુદણી ભવ્યજીવ તીર્થકર સહતિ નામકર્મની ૨૯ ઓગણત્રીસ પ્રકૃતીનો નીયમથી બંધ બાધીને વમાનીક દેવામાં ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૯ ઓગણત્રીસ સંખ્યાવાળા સમવાયનું કથન કર્યું છે. તેમાં તેમણે ભૌમ આદિના ભેદથી પાપકૃતનું ર૯ ઓગણત્રીસ પ્રકારનું સેવન બતાવ્યું છે. અષાઢ, શ્રાવણને છેડીને ભાદર, આસને છોડીને કાર્તિક, માગશરને છેડીને પિષ મહાને છોડીને ફાગણ, અને ચિત્રને છેડીને વૈશાખ, એ છ માસના સ્થલ ન્યાયની અપેક્ષાએ ર૯ ઓગણત્રીસ રાતદિવસ કહેલ છે, કારણ કે તે મહીન - એના પત્યેક માસના કૃષ્ણપક્ષમાં એક દિનરાત ઘટે છે. પ્રતિપદા આદિ જે ચન્દ્ર -દિન છે તેમને ર૯ ઓગણત્રીસ મુહુર્તાથી થોડા વધારે પ્રમાણના કહેલ છે. તે તેનું કારણ એવું છે કે ચન્દ્રમાસમાં ૨૯ ઓગણત્રીસ દિવસ હોય છે અને દિવસના ૬૨ ભાગોમાંથી ૩૨ બત્રીસ ભાગ હોય છે એટલે કે ચન્દ્ર માસમાં ર૯ ૩૨/૨ દિવસના ૩૦ ત્રીસ ગણા કરીને મુહૂત બનાવીને તે ગુણાકારને ૩૦ થી ભાગ જોઈએ. તથા દિવસના ૬૨ ભાગમાંથી જે ૩૨ બત્રીસ ભાગ છે તેને પણ ૩૦ ત્રીસ વડે ભાગવા જોઈએ. આ પ્રમાણે કરવાથી ચદિન ૨૯ ઓગણત્રીસ મુહૂર્તથી થડા વધારે સમય ને આવશે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત થયેલ જે સમ્યગદષ્ટિ ભવ્યજીવ હોય છે તે તીર્થંકર પ્રકૃતિ સહિત ૨૯ ઓગણત્રીસ નામકર્મની પ્રકૃતિયોને બંધ નિયમથી જ આપે છે. શું ૬૨
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૧