________________
Rવહિં કાળfહું તમને ળિથે સંમોરૂ વિરમો” ઈત્યાદિ– ટીકાથ–સામાન સમાચારીવાળા સાધુઓને-પરસ્પરના ઉપધિ આદિ લેવા દેવાને વ્યવહાર હોય એવા સાધુઓને–સાંગિક સાધુ એ કહે છે. નીચેનાં નવ કારણે ને લીધે કોઈ પણ સંભગિક સાધુને વિસગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી. (૧) જે કઈ સાંભેગિક સાધુ આચાર્ય પ્રત્યેનીક હોય (વિરોધી, દ્વેષી, અથવા દુશ્મનાવટ રાખનારને પ્રત્યેનીક કહે છે.), (૨) જે કઈ સાધુઉપાધ્યાય પ્રત્યેનીક હોય. (૩) સ્થવિરપ્રત્યેનીક હોય, (૪) કુલ પ્રત્યેનીક હાય, (૫) ગણ પ્રત્યેનીક હોય, (૬) સંઘ પ્રત્યેનીક હય, (૭) જ્ઞાન પ્રત્યેનીક હય, (૮) દર્શન પ્રત્યેનીક હેય અને (૯) ચારિત્ર પ્રત્યેનીક હોય, તે તેને વિસંગિક જાહેર કરનાર સાધુ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્તા ગણતા નથી. સૂ, ૧૫
આચારાંગકે બ્રહ્મચર્યરૂપ નવ અધ્યયનોંકા નિરૂપણ
જિનાજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરનાર શ્રમણ નિર્ચ થ સદા બ્રહ્મચર્યના પાલ નમાં પ્રયત્નશીલ રહે છે. તેથી હવે સૂત્રકાર બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરનાર અધ્યયનનું નિરૂપણ કરે છે–“નવ જંપા વળતા ” ઈત્યાદિ– ટીકાર્ય-કુશલ અનુષ્ઠાનનું નામ બ્રહ્મચર્ય છે. આચારાંગ સૂત્રના પ્રથમ શ્રતસ્કન્ધ રૂપે પ્રતિબદ્ધ જે નવ અધ્યયને છે તેમાં આ કુશલ અનુષ્ઠાન રૂપ બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે નવ અધ્યયને નીચે પ્રમાણે છે-(1) શસ્ત્રપરિણા, (૨) લોકવિજય (કાવત) (૮) ઉપધાનશ્રત, અને (૯) મહાપરિજ્ઞા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫