________________
તીર્થકરકે સ્વરૂપના નિરૂપણ
આ રાજધાનીઓમાં તીર્થકર આદિ થતાં હોય છે. તેથી હવે સૂત્રકાર તીર્થકર વગેરેની આઠ સ્થાનની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે–
ગંજૂ માંgoi તીવાણુ” ઈત્યાદિ– ટીકાર્થ–જંબુદ્વીપમાં આવેલા મન્દર પર્વતની પૂર્વ દિશામાં જે શીતા મહાનદી વહે છે તેની ઉત્તરે જે કચ્છાદિક ચક્રવતિ વિજયે આવેલાં છે તેમાં આવેલી ક્ષેમાદિક રાજધાનીમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચક્રવતીઓ, આઠ બલદે અને આઠ વાસુદેવે ઉત્પન્ન થયા હતા, ઉતપન્ન થાય છે અને ઉત્પન્ન થશે રા. તથા જમ્બુદ્વીપના મન્દર પર્વતની પૂર્વ દિશામાં શીતા મહાનદીના દક્ષિણ ભાગમાં વત્સાદિક ચાવતિ વિજયમાં આવેલી જે સુષમાદિક રાજધાનીઓ છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અર્હત આઠ ચકવતી આદિ ઉત્પન્ન થયા હતા ઉત્પન્ન થાય છે અને ઉમન થશે ૧. તથા જબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીતદા મહાનદીના દક્ષિણ ભાગમાં આવેલા ચકવતિ વિજયમાં આવેલી અશ્વપુરી આદિ જે રાજધાની છે તેમાં પણ વધારેમાં વધારે આઠ અહ આઠ ચકષતી આદિ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન થશે, તથા જંબુદ્વીપના મન્દર પર્વતની પશ્ચિમ દિશામાં શીદા મહાનદીના ઉત્તર ભાગમાં આવેલા વપ્રાદિક જે ચક્રવતિ વિજયે છે તેમાં આવેલા વિજયાદિક રાજધાનીઓમાં પણ ભૂતકાળમાં વધારેમાં વધારે આઠ અહં તે, આઠ ચક્રવતીએ આદિ ઉત્પન્ન થયા હતા, વર્તમાનમાં પણ ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે. ૧૪ અહીં એવું સમજવું જોઈએ કે એક એક વિજયમાં એક એક અહંતની ઉત્પત્તિ થતી હોવાથી ૩૨ વિજેમાં એક સાથે ૩૨ તીર્થ કરો હોય છે. તથા ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ એક જ કાળમાં વધારેમાં વધારે ૨૮ જ હોય છે, કારણ કે તે વિજયેમાં એછામાં ઓછા ચાર વાસુદેવ અને ચાર ચક્રવતી તે અવશ્ય હાય જ છે. એક ક્ષેત્રમાં એક જ કાળે ચક્રવતી અને વાસુદેવ-બન્નેને સદૂભાવ હેતે નથી. તેથી ચક્રવર્તી અને વાસુદેવેની જે ૨૮ ની સંખ્યા કહી છે તેને મેળ મળી જાય છે. તથા બલદેવ અને વાસ દેવ સહચરિત હોય છે, તેથી બળદેવેની સંખ્યા પણ ૨૮ ની જ થાય છે. પાસ ૫૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫