________________
ઉદાયન-તે સિધુ સૌવીર આદિ ૧૬ જનપદોને, વીતભય આદિ ૩૩૬ નગરને અને ૧૦ મુકુટબદ્ધ રાજાઓને અધિપતિ હતા. તે શ્રમણોપાસક (શ્રાવક) હતા. ઉદાયન રાજા ઘણે જ શૂરવીર હતા. તેણે ઉજજયિની નગરી પર ચડાઈ કરીને, પિતાના અને દુશ્મનના સિન્યની સમક્ષ જ ચંડપ્રોત રાજાને હાથીની પીઠ પરથી નીચે નાખીને પિતાને કેદી બનાવી દીધું હતું. ત્યાર બાદ તેણે ચંડપ્રદ્યોતના કપાળમાં એવાં લખાણવાળ પટ્ટો બંધાવ્યું હતું કે “આ દાસીપતિ છે.” ત્યાર બાદ તે ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને વિચાર કરે છે તે વખતે તેના મનમાં એ વિચાર આવે છે કે જે મારા પુત્ર અભિજિતને રાજ્યશ્રી સંપીશ તો તે મદેન્મત્ત થઈ જઈને દુર્ગતિમાં ચાલ્યો જશે. તે કારણે તેણે પિતાના પુત્ર અભિજિતને રાજ્ય નહીં સપતા પિતાના ભાણેજ કેશીને રાજ્ય સેંવું. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર પાસે મુંડિત થઈને તેણે પ્રવજ્યા અંગીકાર કરી. ત્યાર બાદ તે ભૂમિમંડલમાં વિહાર કરવા લાગ્યા. આ પ્રમાણે ગ્રામ નગરાદિમાં વિચરતાં વિચરતાં કેઇ એક સમયે તે પિતાની નગરીમાં આવી પહોંચે. ત્યાં આવ્યા બાદ તેને કઈ રોગ લાગૂ પડ્યો. વૈદ્યોની સલાહથી તેણે આહારમાં દહીનો ઉપયોગ શરૂ કર્યો. હવે તેના ભાણેજ કેશી રાજાને એ સંદેહ ઉત્પન્ન થયે કે ઉદાયન મારી પાસેથી રાજ્ય પડાવી લેવા માગે છે, અને તેથી જ તે રોગની સારવાર કરવાના બહાને નગરમાં આવ્યો છે. તે કારણે જ તે આ નગરને છેડવા માગતું નથી. તેથી તે મારે શત્રુ છે. મારે કેઈ પણ રીતે તેને નાશ કરવો જોઈએ. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તેણે મુનિ ઉદાયનને વિષયુક્ત દહીં વહરાવ્યું. તે દહીં ખાવાથી તે મરણ પાંચે. આ પ્રકારે ઉદાયન મુનિની હત્યા થઈ જવાથી તેના ગુણાનુરાગી કે દેવે કેશીના આખા નગર પર પત્થરની વૃષ્ટિ કરીને નગરનો નાશ કર્યો. મુનિ ઉદાયનને રહેવાને માટે આશ્રયસ્થાન અર્પણ કરનાર એક કુંભારનું ઘર જ આ વૃષ્ટિથી બચી ગયું.
કાશિવર્ધન–કાશી નગરીની વૃદ્ધિ કરનારો શંખ નામને એક રાજા થઈ વા. તે પણ મહાવીર પ્રભુ પાસે પ્રત્રજિત થયા હતા. સૂ. ૩૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪ ૯