________________
ધાન્ય આદિની વૃદ્ધિ થતી જાય છે. મારે ત્યાં કોઈ પણ વસ્તુની કમી નથી. તે મારે ફરી એ પ્રયતન કરવું જોઈએ કે જેથી કરીને મારું આ પુણ્ય ક્ષીણ ન થઈ જાય. આ પ્રકારને સંક૯પ કરીને તેણે પોતાના પુત્રને રાજ્યને અધિપતિ બનાવી દીધું. ત્યાર બાદ તે દિક્ષિત તાપસ રૂપે દીક્ષિત થઈ ગયે (શિવ રાજર્ષિના આ તપનું વિસ્તાર પૂર્વકનું વર્ણન ભગવતી સૂત્રમાંથી લેવું) છઠ્ઠને પારણે છઠની તપસ્યા કરતા અને આતાપના લેતા અને પારણાને દિવસે કોઈ એક જ દિશામાંથી એકઠા કરેલાં જીણું પાન, ફલ આદિ વડે પારણાં કરતાં એવાં તે શિવરાજષિને કઈ એક દિવસે વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે વિભંગજ્ઞાનના પ્રભાવથી તેણે સાત લેક અને સાત સમુદ્ર જોયાં. તેથી તેને એમ લાગ્યું કે મને દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ત્યાર બાદ જનપદમાં આવીને તેણે ગામ, નગરાદિમાં ફરીફરીને એવી પ્રરૂપણ કરવા માંડી કે સાત જ સમુદ્રો છે-અસંખ્યાત દ્વીપસમુદ્રો નથી. જ્યારે શિવરાજર્ષિ હસ્તિનાપુરમાં આ પ્રકારની પ્રરૂપણ કરી રહ્યો હતો, ત્યારે શ્રમણ ભગવાન મહાવીર પિતાના શિષ્ય સમુદાય સાથે ચામાનુગ્રામ વિચરતા થકા હસ્તિનાપુર નગરમાં પધાર્યા મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમ સ્વામીએ હસ્તિનાપુરમાં ગોચરી માટે ફરતાં ફરતાં શિવરાજર્ષિ દ્વારા પ્રરૂપિત ઉપર્યુક્ત તત્વ વિષયક વાત સાંભળી ભિક્ષા વહેરીને આવ્યા બાદ તેમણે મહાવીર પ્રભુને આ વાત કહી સંભળાવી અને આ બાબતમાં યથાર્થ વાત શી છે તે જાણવાની ઈચ્છા પ્રકટ કરી. ભગવાને કહ્યું કે અસંખ્યાત દ્વીપસમુદ્રો છે. લોકે દ્વારા મહાવીર પ્રભુની આ પ્રકારની પ્રરૂપણાની વાત સાંભળીને શિવરાજર્ષિનું મન શંકાથી યુક્ત થયું. તેથી તે શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યું. મહાવીર પ્રભુએ તેના મને ગત ભાવને જાણું લઈને એ સચેટ ખુલાસો કર્યો કે જેથી શિવરાજષિને મહાવીર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તેણે તેમને સર્વજ્ઞ માન્યા અને તેણે તેમની પાસે પ્રવજ્યા અંગીકારી લીધી. તેણે અગિયાર અંગોને અભ્યાસ કર્યો. અનેક આકરા તપ કરીને અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત અને સમસ્ત દુખથી રહિત થઈ ગયે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫