________________
છે.આગામી પુદ્ગલ પરાવર્તનું નામ અનાગતા દ્ધા છે. આનું વિશેષ વર્ણન અનુ
રોપપાતિક સૂત્રના ત્રીજા વર્ગની અર્થાધિની ટીકાના પુદ્ગલપરાવર્ત પ્રકરણમાં જોઈ લેવું. તથા અતીત, અનાગત અને વર્તમાનકાળ સ્વરૂપ જે અદ્ધાકાળ ભેદ છે તેને સર્વોદ્ધા કહે છે. આ પ્રમાણે ઉપમા કાળના આઠ ભેદ થાય છે. અનુ. પમા કાળના સમયથી લઈને શીર્ષપ્રહેલિક પર્યન્તના અનેક ભેદો થાય છે, એમ સમજવું કે સૂ ૩૨ ૫
કાળનો અધિકાર ચાલી રહ્યો છે, તે કારણે હવે સૂત્રકાર અતીત કાળમાં સિદ્ધ પદની પ્રાપ્તિ કરનારા અરિષ્ટનેમિના આઠ શિગેનું કથન કરે છે–
અરહી í ગરિમાણ” ઈત્યાદિ—ટીકાર્થ–બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિના આઠમાં પુરુષ યુગ સુધી–આઠ પુરુષ કાળ સુધી યુગાન્તકર ભૂમિ (તે યુગના પુરુષોની અપેક્ષાએ અન્તકની- ભવા નકરની ભૂમિ) હતી, આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-અરિષ્ટનેમિના શિષ્ય પ્રશિષ્ય વગેરે ક્રમશઃ આઠ પુરુષ સુધીના મુનિઓ મુક્ત થયા હતાત્યારબાદ થયેલા મુનિએમાં મુક્તિ પ્રાપ્ત કરવાને આ કમ ચાલુ રહ્યો ન હતો જ્યારે અરિષ્ઠનેમિની બે વર્ષની કેલિપર્યાય વ્યતીત થઈ ગઈ ત્યારે અનેક સાધુઓએ જન્મ, જરા અને મરણરૂપ ભવેને અન્ત કરી નાખ્યા હતા. સૂ. ૩૩
ભગવાન્ મહાવીરકે દ્વારા પ્રવ્રજિત હુએ આઠ રાજાઓંકા નિરૂપણ
આગલા સૂત્રમાં તીર્થકરની વાત કરી. પૂર્વસૂત્ર સાથે આ પ્રકારના સંબંધને લઈને હવે સૂત્રકાર મહાવીર પ્રભુની સમીપે પ્રવજ્યા અંગીકાર કરનારા આઠ રાજાઓની પ્રરૂપણ કરે છે
“ત્તમ ગં મરચા મહાવીરે ” ઈત્યાદિ– ટીકાર્યું–નીચેના આઠ રાજાઓએ શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહસ્થાવસ્થાના ત્યાગપૂર્વક અણગારાવસ્થા અંગીકાર કરી હતી–એટલે કે મહાવીર પ્રભુએ તેમને પ્રવજિત કર્યા હતા-(૧) વીરાંગદ, (૨) વીરયશ, (૩) સંજય, એક રાજઋષિ, (૫) શ્વેત, (૬) શિવ, (૭) ઉદાયન અને (૮) શખ-કાશિદ્ધન તેમાં વિરાંગદ, વીરયશ અને સંજયની વાત તો પ્રસિદ્ધ છે. એક રાજર્ષિ -કેતકાઈ જનપદમાં જે વેતામ્બી અથવા વેતવિક નામની નગરી હતી, તેને સ્વામી પ્રદેશી નામને શ્રમણે પાસક હતા. તે પ્રદેશને આત્મીયજન એણેયક રાજર્ષિ હતા. એણેયક તેમનું ગોત્ર હતું તેથી તેમને અહીં એણેયક કહ્યા છે.
વેત–તેઓ આમલક નગરીના રાજા હતા. તે નગરીમાં જ્યારે મહાવીર પ્રભુ પધારે છે ત્યારે સૂર્યોભ નામને દેવ સૌધર્મકલ્પમાંથી તેમને વંદણા કરવા માટે આવે છે.
શિવ-તે હસ્તિનાપુરને રાજા હતા. તેને એક દિવસે એ વિચાર આવ્યું કે પૂર્વજન્મના પુણ્યકર્મોના પ્રભાવથી મારે ત્યાં ચાંદી, સોનું, રત્ન ધન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
४७