________________
છે, તેથી હવે સૂત્રકાર ચતુરક્રિય જીવોને અનુલક્ષીને સંયમ અને અસંયમના આઠ આઠ ભેદનું નિરૂપણ કરે છે “વિચાળે જીવાઈત્યાદિ ટીકાર્થ–ચૌઇન્દ્રિય ની વિરાધના નહી કરનાર જીવ વડે આઠ પ્રકારના સંયમનું પાલન થાય છે (૧) જે ચૌઇન્દ્રિય ના અવ્યપરોપાયિતા (પ્રાણેની હિંસા ન કરનારો) હોય છે, તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારે હોતા નથી, (૨) તે તેમને ચક્ષુઈન્દ્રિય સંબંધી દુઃખથી સંયુક્ત કરનારો હોતે નથી, એજ પ્રમાણે આગળ પણ સમજવું એટલે કે અહીં ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિય વિષયક આલાપકો પણ ઉપર મુજબ જ સમજી લેવા જેમ કે....(૩) ચૌઇન્દ્રિય જીવની વિરાધના નહી કરનાર તેમને ધ્રાણેન્દ્રિયના સુખથી વંચિત કરતા નથી. (૪) તે તેમને ધ્રાણેન્દ્રિયના દુખથી સંયુક્ત કરતું નથી. (૫) તે તેમને રસનેન્દ્રિય સંબંધી સુખથી વંચિત કરનારો હેતે નથી (૬) તે તેમને રસનેન્દ્રિયમય દુઃખથી સંયુકત કરનારે હેતે નથી (૭) તે તેમને રસનેન્દ્રિયના સુખથી વંચિત કરનારો હોતે નથી. (૮) તે તેમને સ્પર્શેન્દ્રિયના દુઃખથી સંયુક્ત કરનારે હોતે નથી.
ચૌઈન્દ્રિય જીવોની વિરાધના કરનારો જીવ આઠ પ્રકારના અસંયમને પાત્ર બને છે. (૧) તેમની વિરાધના કરનાર માણસ તેમના ચહ્યુઇન્દ્રિય સંબંધી સુખનો નાશકર્તા બને છે. (૨) તે તેમને ચક્ષુસંબંધી દુઃખથી સંયુકત કરનાર હોય છે. એ જ પ્રમાણે ઘાણ, રસના પશેન્દ્રિયને આશ્રય લઈને અસંયમના બીજા છ ભેદનું કથન પણ કરવું જોઈએ. એ સૂ. ૨૭ |
આઠ પ્રકારને સુક્ષ્મજીવોંકા નિરૂપણ
સૂમ જીને આશ્રિત કરીને પણ માણસ સંયમ કે અસંયમ સેવી શકે છે. તેથી હવે સૂત્રકાર સૂક્ષ્મ જીવેનું આઠ સ્થાનની અપેક્ષાએ કથન કરે છે.
“અz સુકુમ પumત્તા” ઈત્યાદિ– સૂવાર્થ–સૂક્ષમ અને નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે-(૧)પ્રાણુસૂમિ, (૨) પનકસૂમ, (૩) બીજ સૂમ, (૪) હરિતસૂમ, (૫) પુષસૂમ, (૬) અંડસૂમ, (૭) લયનસૂક્ષ્મ અને (૮) સનેહસૂક્રમ.
ટીકાર્થ—અહીં પહેલા ભેદમાં પ્રાણ પદ વડે પ્રાણવાળે જીવ ગૃહીત થયે છે. જે જીવે હલનચલન કરે ત્યારે જ દેખાય છે, જ્યારે બેઠાં હોય છે ત્યારે દેખાતા નથી એવા કુન્થ આદિ જીવોને પ્રાણસ્મ કહે છે.
પનકજીવ-ચોમાસામાં જમીન, કાષ્ટ આદિની ઉપર જે પાંચ વર્ણની ફૂગ થાય છે તે પનકજીવ રૂપ સમજવી.
બીજસૂક્ષ્મ-જે બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે, તે બીજસૂક્ષમ જીવ રૂપ માનવામાં આવે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૪૩